Baroda

પ્રધાનમંત્રી આવાસ યોજનાના 270 આવાસો લાભાર્થીઓને ફાળવવામાં અખાડા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ખાનપુરા સેવાસી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 270 તૈયાર આવાસો 6 મહિનાથી ફાળવણી વગર પડ્યા છે. વુડા દ્વારા 2020માં અરજીઓ મંગાવાઈ હતી અને લાભાર્થીઓએ 2025 સુધી રકમ પણ ચૂકવી દીધી છે. જાન્યુઆરીમાં દસ્તાવેજ માટે ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા પછી પણ, ઉદ્ઘાટન સમારોહના અભાવે ફાળવણી અટકી છે. આર્થિક રીતે નબળા લાભાર્થીઓ લોન અને ભાડું એમ બેવડો બોજ સહન કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રધાનમંત્રી આવાસ યોજનાના 270 આવાસો લાભાર્થીઓને ફાળવવામાં અખાડા

ખાનપુરા સેવાસી ખાતે( ઈડબલ્યુ એસ-૨) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૨૭૦ જેટલા આવાસો ૬ મહિનાથી તૈયાર હોવા છતા લાભાર્થીઓને તેની ફાળવણી કરવામાં આવી રહી નથી.કદાચ તંત્ર તેના લોકાર્પણ માટે કોઈ નેતા આવે તેની રાહ જોઈ રહ્યું છે પણ તેના કારણે આ યોજનાના લાભાર્થીઓ પરનો નાણાકીય બોજ વધી રહ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે વુડા દ્વારા ૨૦૨૦માં આ આવાસો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને ડ્રો કરીને તેની ફાળવણી કરવામાં આવી હતી.જેમને આ મકાનો મળ્યા હતા તેમણે ૨૦૨૨માં અને એ પછી ૨૦૨૫માં તેની રકમ પણ ચૂકવી દીધી હતી.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વેચાણ દસ્તાવેજ માટે લાભાર્થીઓ પાસે તમામ ડોક્યુમેન્ટસ પણ મંગાવી લેવામાં આવ્યા હતા.છેલ્લા ૬ મહિનાથી આવાસો કમ્પ્લીશન સર્ટિફિકેટ સહિત તમામ રીતે તૈયાર છે પણ તેની ફાળવણી કરવામાં આવી રહી નથી.કારણકે તેના ઉ દઘાટન સમારોહનું આયોજન થયું નથી.આ આવાસો જેમને ફાળવાયા છે તે આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે અને તેમને એક તરફ આવાસો માટે લીધેલી લોનની સાથે સાથે હાલના રહેઠાણનું ભાડું પણ આપવું પડી રહ્યું છે.આમ તેમના પણ બમણો નાણાકીય બોજ પડી રહ્યો છે

પહેલા લોકાર્પણ માટે સીએમ કે બીજા મંત્રીને આવી જવા દો..
આ યોજનાના લાભાર્થીઓ પૈકીના એક કમલેશભાઈએ કહ્યું હતું કે, મકાનોની એનઓસી વહેલી તકે મળી જાય તે માટે અમે દોડધામ કરી હતી.એનઓસી આવ્યા બાદ સામાન્ય રીતે આવાસનો કબજો આપી દેવામાં આવતો હોય છે.આ બાબતે અમે રજૂઆત કરવા માટે ગયા ત્યારે એક અધિકારીએ કહ્યું હતું કે, પહેલા સીએમ કે કોઈ મંત્રી લોકાર્પણ કરવા માટે આવી જાય, એ પછી તમને આવાસો ફાળવી આપીશું.અમે તો આ આવાસોમાં રહેવા ગયા વગર તેનું મિનિમમ લાઈટ બિલ પણ છેલ્લા એક વર્ષથી ભરી રહ્યા છે.તંત્રને અમારી આર્થિક સ્થિતિની પણ દયા આવતી નથી.