યુરોપના વિઝા આપવાનું કહી અમદાવાદની મહિલા સાથે 6 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: અમદાવાદમાં પાલડી વિસ્તારની જલનાથ સોસાયટીમાં રહેતા આર્યાબેન વિરલભાઈ ઠાકોરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે એપ્રિલ 2025 માં રેશમાબેન કલ્પેશભાઈ પટેલ ( રહે . અનંતા આસ્થા ગાયત્રી મંદિર પાસે ખટંબા વાઘોડિયા રોડ) સાથે તેમની ઓફિસ પ્રમુખ કન્સલ્ટન્સી વૈકુંઠ ચાર રસ્તા વાઘોડિયા રોડ સાથે મારો પરિચય થયો હતો રેશમાબેને યુરોપના બેલારુસ જવા માટે વાતચીત કરી 6 લાખનો ખર્ચ કીધો હતો. મેં બેલારુસ જવાની તૈયારી બતાવી હતી. તેમના કહેવાથી મેં પીસીસી પણ કરાવ્યું હતુ. મેં શરૂઆતમાં તેઓને 1. 52 લાખ રૂપિયા હતા તેમને મને દસ દિવસમાં વિઝા આવી જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ મેં તેઓને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા રેશમાબેને મારી પાસેથી 6,00,000 લઇ મારું કામ નહીં કરી આપી છેતરપિંડી કરી હતી.









