Baroda

વડોદરા જિલ્લાના વાઘોડિયા બાદ કરજણ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા, વાછરડાનું મારણ કર્યું

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા બાદ હવે કરજણ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા છે. નારેશ્વર યાત્રાધામ નજીક રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે. 2 દિવસ પહેલા મંદિર પાસેની હોટલ નજીક દીપડો દેખાતા તેનો વિડીયો વાયરલ થયો છે. કરજણના સારિંગમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા પશુપાલકોમાં ચિંતા વધી છે. ગ્રામજનોએ દીપડાને પકડવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના વાઘોડિયા બાદ કરજણ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા, વાછરડાનું મારણ કર્યું

Vadodara Leapord News : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા બાદ હવે કરજણ તાલુકામાં હવે દીપડાના આંટા ફેરા વધી જતા ગ્રામજનોમાં ચિંતિત બન્યા છે.
વડોદરા જિલ્લાના અનેક ગામોમાં મગરો બાદ વારંવાર દેખા દેતા દીપડાને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ જોવા મળે છે. વાઘોડિયા તાલુકામાં દીપડાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે અને ગ્રામજનો ઉપર હુમલાના પણ બનાવ બન્યા છે ત્યારે હવે વાઘોડિયાની સાથે સાથે કરજણ તાલુકાના જુદા જુદા ગામોમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે.
યાત્રાધામ નારેશ્વર ખાતે છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે દીપડો આંટાફેરા મારી રહ્યો છે. થોડા સમય પહેલા શ્રી રંગ અવધૂત મંદિર પાસે દીપડાએ દેખા દીધી હતી. જ્યારે બે દિવસ પહેલા ફરી એકવાર મંદિરની નજીક એક હોટલ પાસે દીપડો દેખાતા વિડિયો વાયરલ થયો છે .
આવી જ રીતે કરજણના સારિંગ વિસ્તારમાં પણ દીપડાએ એક વાછરડાનું મારણ કરતા પશુપાલકો માટે ચિંતા વધી છે. ગ્રામજનો દ્વારા દીપડાને પકડવા માટે માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા કરજણના મેથી ગામે એક ખેતરની વાડમાંથી દીપડાનું મૃતદેહ મળી આવવાનો પણ બનાવ બન્યો હતો.