ભાદરવાની ગુમ મહિલાની હત્યા કર્યા બાદ લાશને ઘાસચારામાં સળગાવી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શ માવજીભાઇ ભાલીયા પોતાના ૧૦ વીધા ખેતરમાં ખેતી કામ કરે છે. આ ખેતરમાં ઘાસચારા માટે ઓરડી બનાવાઇ છે જેમાં લોખંડનો દરવાજો છે પરંતુ તેને લોક મરાતું નથી. ગઇકાલે બપોરે જયેશભાઇ ઘેર હતા ત્યારે ફળિયામાં રહેતા સંજયભાઇ ભાલીયા દોડતા આવ્યા હતા અને તમારા ખેતરમાં બનાવેલી ઓરડીમાં આગ લાગી છે તેમ જણાવતા જયેશભાઇ તેમજ પરિવારના સભ્યો સ્થળ પર દોડી ગયા હતાં.
સ્થળ પર ગયા ત્યારે ઓરડીનું ઘાસ સળગીને તેમાંથી ધૂમાડા નીકળતા હતાં. દરમિયાન અંદર કોઇ વસ્તુ જેવું જણાતા મોબાઇલની બેટરીથી લાઇટ મારી જોતા લાશ જેવું દેખાયું હતું જેથી તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી ગઇ હતી અને તપાસ હાથ ધરતા તે લાશ આશરે ૫૦ વર્ષની વયની મહિલાની હતી. નજીકમાંથી એક પર્સ તેમજ ચશ્મા અને ચંપલ મળ્યા હતાં. સળગી ગયેલા પર્સમાં તપાસ કરતાં અંદરથી એક આધારકાર્ડ મળ્યું હતું જેના આધારે મૃતક મહિલા લક્ષ્મીબેન ગિરીશભાઇ રોહિત તેમજ તે ભાદરવા ગામે પહેલા ફળિયામાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.
વાઘોડિયા પોલીસે પ્રારંભમાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાની હત્યા કોણે કરી તેમજ તે ત્યાં કેવી રીતે પહોંચી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ મૃતક મહિલાના પુત્રએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં માતા લક્ષ્મીબેન ગુમ થયા હોવાની નોંધ કરાવી હતી જેમાં જણાવ્યું હતું કે તા.૨૫ના રોજ સવારે હું નોકરી શોધવા જઉં છું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ લક્ષ્મીબેન ઘેર પરત ફર્યા નથી. મહિલાના આડા સંબંધ અંગે કે અન્ય કોઇ કારણસર હત્યા થઇ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.




