Baroda

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા પછી ભેજાબાજે મહિલા અધિકારી પાસેથી 16.99 લાખ પડાવ્યા

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા સાયબર ક્રાઇમમાં મહિલા અધિકારી 16.99 લાખ રૂપિયા ગુમાવ્યા. ભાયલી કેનાલ રોડ પર રહેતા કાજલ ભુવાને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડીથી ફસાવવામાં આવ્યા. ડો. નાથન તરીકે ઓળખ આપી, ડેનમાર્ક હોસ્પિટલમાં નોકરી અને તુર્કીમાં પરિવાર હોવાનું જણાવ્યું. ક્રિસમસ ગિફ્ટ, સારવાર, ભૂકંપ ડોનેશન અને પોલીસ ધરપકડના બહાને કુલ 16.99 લાખ રૂપિયા ઓનલાઈન પડાવ્યા. ફેક પ્રોફાઇલ પર ડો. લુકાસ મિરાન્ડાનો ફોટો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા પછી ભેજાબાજે મહિલા અધિકારી પાસેથી 16.99 લાખ પડાવ્યા

Vadodara Cyber Crime : ઈન્સ્ટાગ્રામ ઉપર બોગસ આઈડી બનાવી ભેજાબાજે વડોદરામાં ફરજ બજાવતા મહિલા અધિકારી પાસેથી વિવિધ મદદના નામે 16.99 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ભાયલી કેનાલ રોડ ઉપર કિશન ગેલેક્સીમાં રહેતા કાજલ બાબુભાઈ ભુવાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વડોદરામાં પોલીસ ભવન ખાતે આવેલી કચેરીમાં ઈલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરું છું. જુલાઈ 2024 માં મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનાર શખ્સ પોતે નેવલ સર્જનની ઓળખાણ આપી હતી. ત્યારબાદ ઇન્સ્ટા અને બાદમાં વોટ્સએપ પર વાત થતી હતી. તેણે પોતાની ઓળખ ડો.નાથન તરીકે આપી પોતે ડેનમાર્ક હોસ્પિટલમાં નોકરી કરે છે અને પરિવાર તુર્કીમાં રહે છે તેમ જણાવ્યુ હતું.
ત્યારબાદ ક્રિસ્મસમાં દીકરી માટે ગિફ્ટ લેવાની છે તેમાં મદદના બહાને 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારપછી ડો.નાથન નામના શખ્સે દીકરી અને માતાની સારવાર, તુર્કીમાં ભૂકંપ આવ્યો હોવાથી જરૂરિયાતમંદોને ડોનેશન અને પોતાને પોલીસે એરેસ્ટ કર્યા છે તેવા બહાના બતાવીને મદદ કરવા માટે રૂ.16.99 લાખ ઓનલાઇન મારી પાસેથી લીધા હતા. બાદમાં વધુ પૈસાની માંગણી કરતા મારી પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. મેં તેનું ઇન્સ્ટા આઈડી ટ્રેક કરતા તે ફેક જણાયુ. તેણે ઇન્સ્ટા આઈડી ઉપર ડો.લુકાસ મિરાન્ડાનો ફોટો પ્રોફાઈલ તરીકે રાખ્યો હતો.