કોર્ટથી ઘરે જતા સમયે એડવોકેટનું અકસ્માતમાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અકોટા સોલાર પેનલ રોડથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ આવતા સમયે અજાણ્યા વાહનની અડફેટે ઘાયલ બાઇક સવાર એડવોકેટનું સારવાર દરમિયાન મોત થયું છે.
ડભોઇ વાઘોડિયા રિંગરોડ પરની વ્રજધામ સોસાયટીમાં રહેતા વંદનાબેન રાજેશભાઇ ચાવડા વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ.એસ.આઇ. તરીકે નોકરી કરે છે. તેમના પતિ રાજેશભાઇ ચાવડા એડવોકેટ છે. તેઓ ગત ૩ જી તારીખે બપોરે સાડા ત્રણ વાગ્યે બાઇક લઇને અકોટા સોલાર પેનાલ તરફથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓને માથા, મોંઢા, હાથ અને પગ પર ઇજાઓ થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન ગઇકાલે સાંજે સવા સાત વાગ્યે તેઓનું મોત થયું હતું. જે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




