Baroda

વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના રમતવીરોની સિદ્ધિ

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ખાનપુર ખાતે યોજાયેલી 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ-2026માં વડોદરાનું ગૌરવ વધ્યું છે. બરોડા રાઇફલ ક્લબના 2 શૂટરોએ મેડલ જીત્યા હતા. રિચા ભટનાગરે 10 મીટર એર પિસ્તોલમાં રજત, જ્યારે ધ્યાનવી પટેલે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. આ સિદ્ધિ બદલ બંનેને અભિનંદન પાઠવાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના રમતવીરોની સિદ્ધિ

Vadodara News : તાજેતરમાં અમદાવાદના ખાનપુર ખાતે મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન રાઇફલ ક્લબ ખાતે 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા-2026 યોજાઈ હતી. આ સ્પર્ધામાં બરોડા રાઇફલ ક્લબના રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં બે રમતવીરોએ વિવિધ કેટેગરીમાં ચંદ્રક મેળવી વડોદરા તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં બરોડા રાઇફલ ક્લબની રમતવીર રિચા ભટનાગરે 10 મીટર એર પિસ્તોલ ચેમ્પિયનશિપની માસ્ટર વિમેન્સ ઇવેન્ટમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ધ્યાનવી કેયુષ પટેલે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ચેમ્પિયનશિપની જુનિયર વિમેન્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ બરોડા રાઇફલ ક્લબ તરફથી બંને રમતવીરોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.