૧૭ વર્ષની કિશોરીને ભગાડી જનાર આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાથી ૧૭ વર્ષની કિશોરીને ભગાડી જનાર આરોપીને પાણીગેટ પોલીસે સુરતથી ઝડપી પાડયો હતો. પોલીસે મૂળ ફરિયાદમાં બળાત્કારની કલમનો ઉમેરો કર્યો છે.
૧૭ વર્ષની કિશોરીને કોઈ આરોપી લગ્નની લાલચ આપી કાયદેસર રીતે ભગાડી ગયો હોવાની ફરિયાદ ૨૧મી જુલાઈએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આજુબાજુના રહીશો અને પરિવારજનોના નિવેદનો લઈને અપહરણ કરનાર આરોપીને ઓળખી કાઢયો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધઆરે આરોપી સુરત ઉધના ખાતે હોવાનું જાણવા મળતા પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉધના પહોંચી ગઈ હતી અને આરોપી સુમિત કાંતિલાલ મરાઠી (રહે. વર્ધમાન નગર ઢોકલીયા , તા.બોડેલી જિ.છોટાઉદેપુર)ને ઝડપી પાડયો હતો. કિશોરીને માતા પિતાને સુપરત કરવામાં આવી હતી. પી.આઇ. એ.બી.પટેલે જણાવ્યું છે કે, આરોપી વડોદરાથી ભાગીને ઇન્દોર, ઉજ્જૈન અને ત્યારબાદ ટ્રેનમાં બેસીને જતો હતો. પરંતુ, તેઓની પાસે ટિકિટ નહી હોવાથી પોલીસે સુરત રેલવે સ્ટેશન પર તેઓને ઉતારી દેવાયા હતા.









