વિદેશી દારૃના કેસમાં સામેલ આરોપીઓની પાસામાં અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દારૃ અને મારામારીના કેસમાં સામેલ પાંચ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ - અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગોરવા કરોડિયા રોડ રમેશનગરમાં રહેતા ઇબ્રાહિમ રાઠોડ તથા ખાલીદ કાસમભાઇ શેખ દ્વારા મગાવેલો ૪.૬૦ લાખનો વિદેશી દારૃનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. તથા ૧૩.૦૮ લાખના વિદેશી દારૃના કેસમાં પણ આરોપી કાસમની સંડોવણી હતી. પોલીસે આ કેસમાં સંડોવાયેલા ખાલીદ કાસમભાઇ શેખ (રહે. રમેશનગર) ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. ખાલીદ સામે અગાઉ છ કેસ નોંધાયા છે. જ્યારે પરવેજ અનવરભાઇ રાઠોડ (રહે. હાજી પાર્ક, ફૂલવાડી,ફતેગંજ) તથા આરીફ ઉર્ફે જગ્ગા ફિરોજભાઇ રાઠોડ (રહે. નવાયાર્ડ પોલીસ ચોકીની સામે, ફતેગંજ) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. દારૃના અન્ય એક કેસમાં સામેલ અમીન ગફારભાઇ કાબરા (રહે. બિલખા ગામ,તા.જૂનાગઢ) ને પાસામાં અટક કરી સુરત જેલમાં મોકલી આપ્યો છે. મારામારીના કેસમાં સામેલ આરોપી પૃથ્વીરાજ ઉમેશપ્રસાદ કેસરી (રહે. ગુલાબી વુડાના મકાનમાં, અટલાદરા) ન પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.




