Baroda

સયાજી હોસ્પિ.માંથી ફરી એકવાર પોલીસને ચકમો આપી આરોપી ફરાર

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ગોધરા ગુજસીટોકનો આરોપી મોહસીન સુલેમાન મીંઢી વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. 9 ઓક્ટોબરે ઝડપાયેલા મોહસીનને ખેંચ આવતા 10 ઓક્ટોબરે સવારે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સફાઈકર્મીઓની અવરજવરનો લાભ લઈ તે હાથકડીમાંથી હાથ સરકાવી નાસી છૂટ્યો હતો. રાવપુરા પોલીસે ગુનો નોંધી, રાત્રે ગોધરાથી તેને ફરી ઝડપી પાડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિ.માંથી ફરી એકવાર પોલીસને ચકમો આપી આરોપી ફરાર

ગોાૃધરા ખાતે નોંાૃધાયેલા ગુજસીટોકના ગુનાનો આરોપી મોહસીન સુલેમાન મીંઢી (ઉં.વ. ૨૯, રહે. ગોયા મહોલ્લો, ગોાૃધરા)ને સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દરમિયાન આજે સવારે આરોપી પોલીસ જાપ્તામાંાૃથી નાસી છૂટતાં પોલીસ તંત્રમાં દોડાૃધામ મચી હતી. આ અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.

આરોપી મોહસીનને ગઈકાલે, ૯ ઓક્ટોબરના રોજ આરપીએફ અને ગોાૃધરા રેલવે પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. આ ગુનાની તપાસ પોલીસ આૃધીક્ષક પશ્વિમ રેલવે,વડોદરા કરી રહ્યાં હોઈ આરોપીને વડોદરા લાવવામાં આવ્યો હતો.  વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે શુક્રવારે રાત્રે ૨.૩૦ વાગ્યે લોકઅપમાં મોહસીનને ખેંચ આવતાં એને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના પાંચમા માળે આવેલા વોર્ડ નંબર-૪માં આરોપી સારવાર હેઠળ હતો.  અહીં ગોાૃધરા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસકર્મી જાપ્તામાં હાજર હતા. તે વખતે આજે, ૧૦ ઓક્ટોબરે સવારે ૧૦ વાગ્યે હોસ્પિટલના રૃમમાં સફાઈકર્મીઓ સફાઈ કરવા માટે આવ્યા હતા. આ સમયે આરોપીના હાાૃથે હાૃથકડી  હોઈ તે બેડ સાાૃથે બાંાૃધેલી હતી. સફાઈ કર્મચારીઓની અવરજવરનો લાભ લઈને આરોપીએ કોઈ રીતે હાૃથકડીમાંાૃથી હાાૃથ સરકાવી જાપ્તામાં હાજર પોલીસકર્મીઓની નજર ચૂકવીને ફરાર ાૃથઈ ગયો હતો.

બે મહિના અગાઉ દુષ્કર્મનો આરોપી નાસી છૂટયો હતો

સમા પોલીસ સ્ટેશને નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં આરોપી દાહોદ જિલ્લાનાગોવિંદ રમેશ વહોનિયાને ૬ ઓગસ્ટે  સ્વાસ્થ્ય સંબંધિત તકલીફને કારણે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી તે ફરાર થઈ ગયો હતો. જોકે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને છાણી કેનાલ પાસેથી ઝડપી પાડયો હતો.

ફરાર આરોપી ગણતરીના કલાકોમાં ગોધરાથી ઝડપાયો

આરોપી ફરાર થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. આરોપીને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન શનિવારે રાત્રે ગોધરા એલસીબીની ટીમે આરોપી મોહસીનને ગોધરામાંથી ઝડપી પાડયો છે. આરોપી ગોધરા કેવી રીતે પહોંચ્યો અને તેને ફરાર થવામાં અન્ય કોઈએ મદદ કરી હતી કે કેમ તે સહિતના વિવિધ પાસાઓની તપાસ હાથ ધરાઈં છે.

ગંભીર ગુનાના આરોપીના જાપ્તામાં લાપરવાહી!

ગંભીર ગુનાના આરોપીઓની સુરક્ષા અને દેખરેખ રાખવાની જવાબદારી પોલીસની હોવા છતાં અવારનવાર હોસ્પિટલમાંથી આરોપી ફરાર થઈ જવાની ઘટના સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ સામે સવાલો ઊભા કરે છે. આરોપીને પકડી પાડવા માટે ઘટના બાદ પોલીસની અલગ-અલગ ટીમો દોડતી થાય છે, પરંતુ આરોપી ફરાર જ ન થાય તે માટેની તકેદારી ક્યાં રહી જાય છે એ પણ એક સવાલ છે.