Baroda

સરદાર ભવનના ખાંચામાંથી દારૃ ભરેલી કાર સાથે આરોપી ઝડપાયો

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
શહેરમાં દાસર ભવન ખાંચા અને દુમાડ ચોકડી પાસેથી પોલીસે 2 અલગ-અલગ રેડ કરી, 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 2.61 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. કારેલીબાગના કાસીમ શેખ પાસેથી 1.45 લાખના 595 બીયર ટીન મળ્યા, જ્યારે રાજકોટના મેરામ ડાંગર પાસેથી 1.16 લાખની 272 વિદેશી દારૂની બોટલો જપ્ત થઈ. આ ગુનામાં હાલોલનો હિતેશ અને ઇન્દોરનો આશીષ વોન્ટેડ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરદાર ભવનના ખાંચામાંથી દારૃ ભરેલી કાર સાથે આરોપી ઝડપાયો

શહેરમાં દારૃની અલગ - અલગ બે રેડ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડી ૨.૬૧ લાખનો દારૃનો જથ્થો કબજે કર્યો છે.
પોલીસે મળેલી માહિતીના આધારે સરદાર ભવનના ખાંચામાં રેડ પાડવામાં આવી હતી. પોલીસે કાર સાથે કાસીમ અબ્દુલગની શેખ (ઉં.વ. ૩૯, રહે. કારેલીબાગ) ને ઝડપી લીધો હતો. તેની કારમાંથી રૃ. ૧,૪૫,૧૮૦ ની કિંમતના ૫૯૫ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર, બીયરનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૃ. ૫,૦૫,૧૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે હાલોલના હિતેશ ઉર્ફે રિતેશને વોન્ટેડ જાહેર કર્યો છે.
અન્ય એક કેસમાં પોલીસે દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવીને કારમાં દારૃ લઇને આવતા આરોપી મેરામ જગમાલભાઇ ડાંગર (રહે. મેરવદર, રાજકોટ)ને ઝડપી પાડયો છે. જ્યારે મધ્યપ્રદેશના ઇંદોરના આશીષ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૃના ૨૭૨ બોટલ કિંમત રૃ. ૧,૧૬,૦૦૦ જપ્ત કર્યા છે. પોલીસે કુલ ૨.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.