રિક્ષામાં વિદેશી દારૃ લઇને આવતો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રિક્ષામાં વિદેશી દારૃનો જથ્થો લઇને આવતા રિક્ષા ડ્રાઇવરને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે દારૃ આપનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૃ ભરેલી એક રિક્ષા હાલોલ તરફથી નીકળીને ગોલ્ડન ટોલનાકા થઇ વડોદરા શહેરમાં આવવાની છે. જેથી, પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રિક્ષા આવતા પોલીસે રિક્ષા ઊભી રખાવી હતી. પોલીસે રિક્ષા ચેક કરતા સીટની નીચે તથા પાછળના ભાગેથી વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે રિક્ષા ચાલક પૂનમ ઉર્ફે પુનીયો રાજુભાઇ ઠાકોર, ઉં.વ.૨૮ (રહે. પાણીની ટાંકી ફળિયું, ખંડીવાડા ગામ, જરોદ, વઘોડિયા) ની સામે પોલીસે ગુનો દાખલ કરી દારૃની ૪૮૦ બોટલ કિમંત રૃપિયા ૮૯,૧૬૦ ની કબજે કરી છે. પોલીસે દારૃ, રિક્ષા તથા મોબાઇલ ફોન મળી કુલ ૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો વાઘોડિયાના લાલા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો છું.




