મહિલાનું ટુ વ્હીલર ચોરી કરનાર આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાડી નાલબંધવાડામાં રહેતી મહિલાનું ટુ વ્હીલર ચોરી જનાર સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી ટુ વ્હીલર કબજે લીધું છે.
વાડી નાલબંધવાડા બીલાલ એપાર્ટમેન્ટમાં રહેતા આફરીનબાનુ મોહંમદઆદીલ શેખે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા પતિ હાલ સેન્ટ્રલ જેલમાં છે.ગત ૨૩ મી ઓગસ્ટે સાંજે પાંચ વાગ્યે મારૃં ટુ વ્હીલર ચોરાઇ ગયું હતું. તપાસ કરવા છતાં મારૃં ટુ વ્હીલર મળ્યું નહતું. જેથી, આ અંગે મેં સિટિ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.મને અરબાઝ ઉર્ફે બોઇલર પર શક હોઇ તેને ફોન કરીને પૂછ્યું હતું.અરબાઝે મને એવો જવાબ આપ્યો કે, ટુ વ્હીલર હું લઇ ગયો છું.તારાથી થાય તે કરી લે. મેં પોલીસમાં અરજી આપી હોવાનું તેને કહેતા ટુ વ્હીલર પરત આપવાની બાંયધરી આપી હતી. પરંતુ, આજદિન સુધી પરત આપી નથી.




