Baroda

આજવારોડ પર દારૃ વેચતો આરોપી ઝડપાયો

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
બાપોદ પોલીસે આજવારોડ પરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાથુજીનગર પાસે પાર્વતીનગરમાં રહેતો ક્રિષ્ણા વસાવા પોતાના મકાન સામે ખુલ્લા પ્લોટમાં દારૂ વેચતો હોવાની બાતમી મળતા, પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹50,200ની કિંમતની 251 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી ક્રિષ્ણા વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજવારોડ પર  દારૃ વેચતો આરોપી ઝડપાયો

આજવારોડ પર દારૃનો ધંધો કરતા આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, આજવારોડ ભાથુજીનગર પાસે પાર્વતીનગરમાં રહેતો ક્રિષ્ણા વસાવા પોતાના મકાનની સામે ખુલ્લા પ્લોટમાં શેડની નીચે દારૃનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ક્રિષ્ણા પપ્પુભાઇ વસાવા (રહે. પાર્વતીનગર) ને ઝડપી પાડયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૃની ૨૫૧ નાની બોટલ કિંમત રૃપિયા ૫૦,૨૦૦ ની કબજે કરી છે. આરોપી દારૃ ક્યાંથી લાવ્યો અને કેટલા સમયથી ધંધો કરે છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.