પાદરાથી વડોદરા આવી ચરસ વેચતો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાદરાથી વડોદરા આવી ચરસ વેચતા આરોપીને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી ૨૫૦ ગ્રામ ચરસ કબજે કર્યું છે. જ્યારે બિહારના સપ્લાયરનેે વોન્ટેડ જાહેર કર્યો છે.
એસ.ઓ.જી.ના સ્ટાફને માહિતી મળી હતી કે, પાદરાના આતી ગામમાં રહેતો ઇલ્યાસ અહેમદભાઇ મલેક નંબર પ્લેટ વગરની બાઇક લઇને સીટની નીચે ચરસના પેકેટ સંતાડીને રોજ સાંજે તાંદલજા કિસ્મત ચોકડી પાસે આવેલા અન્સાર હોસ્પિટલની બાજુમાં ગ્રાહકનો છૂટકમાં વેચાણ કરવા માટે આવે છે. જેથી, પોલીસે વોચ ગોઠવી આરોપી ઇલ્યાસ ઉર્ફે શેરૃને ઝડપી પાડયો હતો. તેની બાઇકની સીટની નીચેથી તેમજ ૨૫૦ ગ્રામ ચરસ કિંમત રૃપિયા ૬૨,૫૦૦ નું મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી ચરસ, બે મોબાઇલ, રોકડા ૧૬,૫૦૦ તથા બાઇક મળી કુલ ૧.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસથી બચવા માટે આરોપીએ નંબર પ્લેટ કાઢીને બેગમાં મૂકી દીધી હતી. તેમજ બાઇકના ચેસીસ અને એન્જિન નંબર સાથે પણ તેણે ચેડાં કર્યા હતા. ચરસનો જથ્થો બિહારના મનરાજ પાસેથી લીધો હતો




