અમદાવાદના અભિલાષે મેન્સનો ખિતાબ જીત્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અત્રેના સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે તા.૧૧થી૧૪ ઓગસ્ટ દરમિયાન આયોજિત ચોથી રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં આવતીકાલે ફાઈનલની મેચો રમાશે.
અમદાવાદના અભિલાષ રાવલ, અરવલ્લીના જનમેજય પટેલ અને અમદાવાદની પ્રથા પવારે શાનદાર પ્રદર્શન કરતા અનુક્રમે મેન્સ, જુનિયર અંડર-૧૯ બોયઝ અને ગર્લ્સ કેટેગરીના ખિતાબ હાંસલ કર્યા છે.
મેન્સ ફાઇનલમાં બીજા ક્રમાંકિત અભિલાષ રાવલે ભાવનગરના આઠમા ક્રમાંકિત પૂજન ચંદારણાને ૪-૦થી હરાવીને એકતરફી વિજય મેળવ્યો છે. જુનિયર બોયઝ અંડર-૧૯ની ફાઇનલમાં ટોચના ક્રમાંકિત અરવલ્લીના જનમેજય પટેલે અમદાવાદના સાતમા ક્રમાંકિત દ્વિજ ભાલોડિયાને ૪-૨થી પરાસ્ત કરી આ કેટેગરીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
જુનિયર ગર્લ્સ અંડર-૧૯ની ફાઇનલમાં અમદાવાદની ટોચની ક્રમાંકિત પ્રથા પવારે ભાવનગરની બીજા ક્રમાંકિત રિયા જયસ્વાલને ૪-૨થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. અમદાવાદના ત્રીજા ક્રમાંકિત માલવ પંચાલે જુનિયર બોયઝ અંડર-૧૭નો ખિતાબ જીત્યો છે. માલવે અનસીડેડ અને દિગ્ગજ ખેલાડીઓને હરાવીને અપસેટ સર્જનાર કચ્છના નૈરિત વૈદ્યને ૩-૧થી પરાજય આપ્યો હતો.
જુનિયર ગર્લ્સ અંડર-૧૭ની ફાઇનલમાં વડોદરાની ટોચની ક્રમાંકિત ચાર્મી ત્રિવેદી અને સુરતની બીજા ક્રમાંકિત ડાનિયા ગોડિલ આમને-સામને થશે.









