Baroda

મધરાત્રે મિત્રની કાર બેફામ હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકનાર યુવકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી, ધરપકડ

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના અકોટામાં મોડી રાત્રે બેફામ કાર હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકનાર અમદાવાદના 19 વર્ષીય યુવક મૌલિક દરજીને પોલીસે ઝડપી પાડ્યો છે. અકોટા ચાર રસ્તા પાસે કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે કાર કબજે કરી બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મધરાત્રે મિત્રની કાર બેફામ હંકારી લોકોનો જીવ જોખમમાં મૂકનાર યુવકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી, ધરપકડ

Vadodara Accident : વડોદરાના અકોટા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે બેફામ રીતે કાર હાંકી લોકોનો જીવ જોખમમાં મૂકનાર અમદાવાદના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અકોટા ચાર રસ્તા પાસે મધરાત્રે એક કાર ડિવાઇડર પર ચડી જતા ધડાકો સાંભળીને લોકો ભેગા થયા હતા. આ વખતે અકોટા પોલીસ આવી જતા કાર ચલાવનાર 19 વર્ષીય યુવકની અટકાયત કરી હતી.
પોલીસની પૂછપરછ દરમ્યાન યુવકનું નામ મૌલિક જયંતીભાઈ દરજી (સુપર સોસાયટી, સેટેલાઈટ, અમદાવાદ) હોવાનું અને કાર તેના મિત્રની હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કાર કબજે લઇ લોકોની જિંદગી જોખમાય તે રીતે વાહન હંકારવા બદલ યુવકની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આમ, વડોદરામાં અકસ્માતની મોટી એક દુર્ઘટના થતા રહી ગઈ હતી.