કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના નામે યુવક સાથે 12.50 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં વર્ક પરમિટ અપાવવાના નામે એક યુવક સાથે રૃ.૧૨.૫૦ લાખની છેતરપિંડી થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુભાનપુરાના સૌરભપાર્કમાં રહેતા અને ખાનગી નોકરી કરતા આશિષકુમાર પરમારે પોલીસને કહ્યું છે કે મારે કેનેડા જવું હોવાથી નવેમ્બર-૨૦૨૨માં મારા પરિચિત મારફતે વાસણારોડ રાણેશ્વર ચારરસ્તા પાસે ક્રેડેન્સ ઇમિગ્રેશનના નામે ઓફિસ ધરાવતા નીતિશ મુકેશસિંહ રાજપૂત(રાધેગોવિંદ ફ્લેટ્સ, વાઘોડિયારોડ)સાથે મુલાકાત કરી હતી.
આ વખતે ઓફિસમાં નીતિશની સાથે એજન્ટ તરીકે કામ કરતા સમર્પિત નિરંજન શુક્લા(પ્રેમાનંદ કવિની પોળ,વાડી) પણ હાજર હતા અને કેનેડામાં વર્ક પરમિટ અપાવવા માટે વાતચીત કરી હતી.આ ઉપરાંત ઓફિસમાં હાર્દિક માનસિંગ ગોહિલ(શ્રી દર્શન સોસાયટી,છાણી ટીપી-૧૩) પણ હાજર હતા અને તેમણે મારું વતન પૂછ્યું હતું.મેં મારું વતન દાહોદ હોવાનું કહેતાં તેણે પોતે પણ દાહોદનો હોવાનો અને વકીલ હોવાનો પરિચય આપી ઉપરોક્ત આરોપીઓની સાથે કામ કરતો હોવાનું કહ્યું હતું.
યુવકે કહ્યું છે કે,વિઝા એજન્ટે મને ૫૦ ટકા એડવાન્સ આપવા પડશે તેમ કહી પોસિજર કર્યો હતો અને રૃ.૧૨.૫૦લાખ લીધા હતા.પરંતુ ત્યારબાદ વિઝા અપાવ્યા નથી કે રૃપિયા પણ પરત કર્યા નથી.જેથી જેપી રોડ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.




