30000ના રોકાણ સામે 1 લાખ બતાવી પદમલાના યુવક સાથે 3.95 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટના નામે થતા ઓનલાઇન ઠગાઇના કેસોમાં વડોદરાના વધુ એક યુવકે રૃ.૩.૪૫ લાખ ગુમાવ્યા છે.
સાવલીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા પદમલા ગામના કમલેશ પરમારે કહ્યું છે કે,ગઇ તા.૧૮મી નવેમ્બરે મારા વ્હોટ્સએપ ઉપર કેપિટલ ફોરેક્સની એક જાહેરાત આવી હતી.ત્યારબાદ અદિતિ નામની કોઇ મહિલાએ મેસેજો અને ફોન કરી તેમના કસ્ટમરોએ કરેલા જંગી નફાના સ્ક્રીન શોટ મોકલતી હતી.
મેં રૃ.૩૦ હજારનું રોકાણ કરતાં એક જ મહિનામાં રૃ.એક લાખ થયા હોવાનું મને કહેવાયું હતું.મને માત્ર રૃ.૯૦૦ ઉપાડવાની છૂટ અપાઇ હતી,જે ઉપડતાં મને વિશ્વાસ બેઠો હતો.અદિતિએ મને રૃ પાંચ લાખ રોકવાથી વધુ વળતર મળશે તેમ કહી કબીર સાથે વાત કરાવી હતી.જેથી મેં કુલ રૃ.૩.૯૫ લાખ રોકાણ કર્યું હતું.પરંતુ ત્યારબાદ કોઇ રકમ ઉપડતી નહિ હોવાથી અને મારું એકાઉન્ટ બ્લોક થતાં સાયબર સેલને જાણ કરી હતી.




