Baroda

હોટલમાં મસાજ કરાવવાની લાલચ કપુરાઇના યુવાને રૃપિયા ગુમાવ્યા

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
કપુરાઈના એક ખાનગી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ટેલિગ્રામ પર મસાજના મેસેજથી લલચાયા હતા. અનુષ્કા મહેતા અને નીતિન નામના શખ્સોએ સોમાતળાવ પાસેની હોટલનું લોકેશન મોકલી, ડિપોઝીટ, વેરિફિકેશન અને સિક્યુરિટીના બહાને કુલ રૃા. 65108 પડાવ્યા હતા. સાયબર ફ્રોડનો અહેસાસ થતાં, વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોટલમાં મસાજ કરાવવાની લાલચ કપુરાઇના યુવાને રૃપિયા ગુમાવ્યા

ટેલિગ્રામ પર આવેલ મસાજના મેસેજ જોઇ મસાજ કરાવવાની લાલચમાં કપુરાઇમાં રહેતા ખાનગી કંપનીના એક્ઝિક્યુટિવે ઓનલાઇન રૃપિયા જમા કરાવી ગુમાવવાનો વારો આવ્યો હતો.
કપુરાઇ કેનાલ પાસે કેસર કો.ઓ. સોસાયટીમાં રહેતા જિતેન્દ્રકુમારે વરણામા પોલીસ સ્ટેશનમાં અનુષ્કા મહેતાના નામથી વાત કરનાર તેમજ નીતિન નામના શખ્સ સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વાઘોડિયા તાલુકામાં આવેલી ખાનગી કંપનીમાં હું સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરું છું. તા.૨૮ સપ્ટેમ્બરના રોજ હું નોકરી પર હતો ત્યારે ટેલિગ્રામ પર અનુષ્કા શર્મા નામના આઇડી પરથી અનુષ્કા મહેતા નામની યુવતીએ મસાજ સર્વિસ આપવા મેસેજ કર્યો હતો. મેં વિગતો પૂછતા તેણે ફોટા અને સમય પ્રમાણેના ભાવ મોકલ્યા હતાં તેમજ સોમાતળાવ પાસેની એક હોટલનું લોકેશન પણ મોકલ્યું હતું.
મેં બીજા દિવસે જણાવીશ તેમ કહ્યું હતું, બીજા દિવસે હું ઘેર હતો ત્યારે નીતિન નામના શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને એસ્કોર્ટ એજન્સીનો મેનેજર છું તેમ કહી તમારો નંબર અનુષ્કાએ આપ્યો છે, તમને ક્યૂઆર કોડ મોકલું છું તમે રૃા.૨૦૦૦ ટ્રાન્સફર કરો તમારું બુકિંગ થયું છે તેમ કહેતા મેં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં નીતિને તમો લોકેશન પર પહોંચો ત્યાં તમારી રાહ જોવાય છે તેમ જણાવતા હું ત્યાં જઇને નીચે ઊભો હતો ત્યારે નીતિને મારી પાસેથી ડિપોઝીટ, વેરિફિકેશન તેમજ સિક્યુરિટિ પેટે વિવિધ રકમ મળી કુલ રૃા.૬૫૧૦૮ પડાવ્યા હતાં. જો કે બાદમાં મને સાયબર ફ્રોડ લાગતા મેં રિફન્ડ માંગતા તે આપ્યું ન હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં કરજણ તાલુકાના માંકણ ગામે રહેતાં ઈશાક વલીભાઈ પટેલે મોબાઇલમાં તા.૬ના રોજ એક અજાણ્યા ઈસમે મોકલેલી લિન્ક ઓપન કરતા એક એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ બેન્ક એકાઉન્ટમાંથી માત્ર પાંચ મિનિટમાં કુલ રૃા.૮૯૯૯૮ ઉપડી ગયા હતાં. આ અંગે વલણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.