Baroda

ધોરણ-10 માં ડિસ્ટિંક્શન મેળવનાર વિદ્યાર્થીની મોબાઇલની લતમાં સગીર યુવકના પ્રેમમાં પડી,બંને લગ્નની જીદે ચડ્યા

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના દક્ષિણ વિસ્તારમાં ધોરણ 10 પાસ તેજસ્વી વિદ્યાર્થીની મોબાઈલની લતે ચડી. સ્નેપચેટ પર સગીર યુવકના પ્રેમમાં પડતા બંનેએ લગ્ન માટે જીદ પકડી, પરિવારો મુશ્કેલીમાં મુકાયા. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સમજાવ્યા કે આ ઉંમર કારકિર્દી બનાવવાની છે. પુખ્ત વયે પરિવાર વિચારશે તેવી સમજાવટ બાદ બંને અભ્યાસ પર ધ્યાન આપવા સંમત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરણ-10 માં ડિસ્ટિંક્શન મેળવનાર વિદ્યાર્થીની મોબાઇલની લતમાં સગીર યુવકના પ્રેમમાં પડી,બંને લગ્નની જીદે ચડ્યા

Vadodara News : તેજસ્વી કારકિર્દી ધરાવતી ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થીની મોબાઇલની લતમાં એક સગીર યુવકના પ્રેમમાં પડતા બંને જણા કેરિયર છોડીને લગ્ન માટે જીદે ચડ્યા છે અને બંનેના પરિવાર માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
વડોદરાના દક્ષિણ વિસ્તારમાં બનેલા ઉપરોક્ત કિસ્સાએ વાલીઓ માટે લાલબત્તી ધરી છે. ધોરણ 10 માં થોડા સમય પહેલા જ ડિસ્ટીંગશન મેળવનાર વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગતા પરિવારજનો તેને અભ્યાસ કરવા માટે સમજાવતા હતા. પુત્રી માનતી નહીં હોવાથી અને મોડી રાત સુધી મોબાઈલ પર ચેટિંગ કરતી હોવાથી માતા-પિતાને શંકા ગઈ હતી અને તેનો મોબાઇલ ચેક કરતા સ્નેપ ચેટ ઉપર એક યુવક સાથે લાંબુ ચેટિંગ જોવા મળ્યું હતું. ચોકી ઉઠેલા માતા-પિતાએ તપાસ કરી તો યુવક પણ સગીર હોવાનું અને આઈટીઆઈમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
માતા પિતાએ વિદ્યાર્થીનીને કેરિયર પણ ધ્યાન આપવા માટે સમજાવતા તેણે લગ્નની શરત મૂકી હતી. આવી જ રીતે સગીર યુવક પણ માનવા તૈયાર ન હતો અને તેણે પણ લગ્નની જીદ કરતા બંને વિદ્યાર્થીઓના માતા-પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આખરે વિદ્યાર્થીનીના પરિવારે અભયમની મદદ લેતા બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બંને વિદ્યાર્થીઓને આ ઉંમર પ્રેમની નહીં પણ કારકિર્દી બનાવવાની છે અને પુખ્ત થયા બાદ પરિવાર આ બાબતે ચોક્કસ વિચારશે તેમ કહી બંનેને સમજાવતા તેઓ કેરિયર પર ધ્યાન આપવા સંમત થયા હતા.