છાણીના રવિ શિખરથી છાયાપુરી રેલવે સ્ટેશન થઈ સોખડા ગરનાળા સુધી નવો રસ્તો બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં રવિ શિખરથી છાયાપુરી રેલવે સ્ટેશન થઈ સોખડા ગરનાળા સુધી નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે ઇજારદાર એકમે કન્સ્ટ્રક્શનનું રૂ.2,36,11,317નું ભાવપત્રક સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે. આ રકમમાં જીએસટીનો સમાવેશ થતો નથી.
આ કામની અંદાજિત કિંમત રૂ.2,39,63,582 નક્કી કરવામાં આવી હતી. ત્રીજા પ્રયાસે કુલ ચાર ઇજારદારોએ ભાવપત્રકો રજૂ કર્યા હતા. તે પૈકી બે ઇજારદાર એટલે કે એકમે કન્સ્ટ્રક્શન અને અગ્રવાલ કન્સ્ટ્રક્શન ક્વોલિફાઈ થયા હતા. બંને પૈકી એકમે કન્સ્ટ્રક્શનનું ભાવપત્રક અંદાજિત રકમ કરતાં 1.47 ટકા ઓછું આવ્યું છે. જેથી આ ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે.
રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માટે 150 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, આ સમયમર્યાદામાં ચોમાસાની ઋતુનો સમયગાળો ગણવામાં આવશે નહીં.




