Baroda

વિદ્યાર્થિનીને સારી રેન્કની લાલચ આપી બીભત્સ માગણી કરનાર પકડાયો

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
વાઘોડિયામાં ખાનગી યુનિવર્સિટીની 19 વર્ષીય વિદ્યાર્થિનીને સારા માર્ક્સ અપાવવાની લાલચે જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરનાર આરોપી રાકેશ ચૌહાણની વાઘોડિયા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ વિદ્યાર્થિનીનો નંબર મેળવી, પોતે પારુલ યુનિવર્સિટીનો હોવાનું જણાવી એકાંત સ્થળે લઈ જઈ નશો કરાવી સંબંધ બાંધવાની માંગણી કરી હતી. પોલીસે ગુનો નોંધી, આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થિનીને સારી રેન્કની લાલચ આપી બીભત્સ માગણી કરનાર પકડાયો

ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પરીક્ષામાં સારા માર્ક્સ અપાવવાની લાલચે જાતિય શોષણ કરવાની કોશિશ કરનાર આરોપીની વાઘોડિયા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૧૯ વર્ષની પરપ્રાંતિય યુવતી વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેનો મોબાઇલ નંબર આરોપીએ કોઇ પણ રીતે મેળવી સંપર્ક કર્યો હતો. પોતે પારૃલ યુનિવર્સિટીમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી પરીક્ષામાં રેન્ક સારી અપાવવાની લાલચ આપી હતી. તેમજ વિદ્યાર્થિનીને એકાંત વાળા સ્થળે લઇ જઇ નશો કરાવી શરીર સંબંધ બાંધવાની માગણી કરીહતી. ગત ૧૯ મી સપ્ટેમ્બરની ઘટના અંગે વિદ્યાર્થિનીએ પરિવાર સાથે ચર્ચા કર્યા પછી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી મોબાઇલ નંબરના આધારે તપાસ કરી આરોપી રાકેશ સતિષભાઇ ચૌહાણ, ઉંં.વ.૩૩ (રહે. વાઘોડિયા) ને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ લીધા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી ટેલરિંગનું કામ કરે છે. તે પારૃલ યુનિવર્સિટી સાથે સંકળાયેલો નથી.અગાઉ પણ તેની સામે આણંદમાં છેડતીની ફરિયાદ થઇ છે.