સાવલી નજીક ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ganja Smuggling : વડોદરામા સાવલી તાલુકાના મોજે મોકસી ગામની સીમમાંથી પસાર થતા સાકરડા-ભાદરવા રોડ પર ઉમેટા ચેકપોસ્ટ નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઈશ્વર હરિભાઈ ઠાકોર પોતાની મોટરસાયકલ પર પેડલની નીચેના ખાનામાં ગેરકાયદે રીતે માદક પદાર્થ રાખી વેચાણ માટે લઈ જતો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. ગાંજાનું કુલ વજન 0.024 કિલોગ્રામ હોવાનું અને તેની કિંમત રૂ.1,200 હોવાનું નોંધાયું છે.
પોલીસે આરોપી પાસેથી રૂ.80 હજારની હીરો કંપનીની મોટરસાયકલ, રૂ.40 હજારનો ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન તથા આધારકાર્ડની નકલ સહિત કુલ રૂ.1,21,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાદરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.




