Baroda

દાહોદ નજીક માલગાડી વેગન પાટા પરથી ઊતરી જતા દોડધામ

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
દાહોદમાં આજે સાંજે 7:30 વાગ્યે જેકોટ અને મંગલમહુડી વચ્ચે માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટનાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેથી પશ્ચિમ એક્સપ્રેસ અને ગોરખપુર ટ્રેનોને રોકવી પડી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાટા પરથી ઉતરેલા ડબ્બાને ફરી પાટા પર ચઢાવવાની કામગીરી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદ નજીક માલગાડી વેગન પાટા પરથી ઊતરી જતા દોડધામ

આજે સોમવારે સાંજે ૭ઃ૩૦ના સુમારે દાહોદમાં જેકોટ અને મંગલમહુડી વચ્ચે દાહોદ તરફ જઈ રહેલી માલગાડીનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઊતરી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવને પગલે ટ્રેન વ્યવહાર પર અસર થતાં પશ્વિમ એક્સપ્રેસ અને ગોરખપુર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી.

જેકોટ-મંગલમહુડી વચ્ચે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. બનાવની જાણ થતાં જ રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સુરક્ષાના ભાગરૃપે  રેલવે વિભાગ દ્વારા પશ્વિમ એક્સપ્રેસ અને ગોરખપુર ટ્રેનને અધવચ્ચે રોકી દેવી પડી હતી.

વડોદરા અને  રતલામ વિભાગ દ્વારા હાલ, ડબ્બાને ફરી પાટા પર ચઢાવી રેલવે વ્યવહાર પૂર્વવત્ત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.

વડોદરા સ્ટેશન પર સાયરન ગુંજતા કર્મચારીઓ સતર્ક

આ ઘટનાના પગલે વડોદરા રેલવે સ્ટેશન પર સાંજે ૭ઃ૩૫ના સુમારે અચાનક સાયરન ગુંજી ઊઠતાં રેલવે કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા. સાયરનના અવાજથી સ્ટેશન પર હાજર મુસાફરો પણ અવાક થઈ ગયા હતા. વડોદરા રેલવે વિભાગની તબીબી બચાવ વાન (મેડિકલ રેસ્ક્યુ વાન) સહિતની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરાઈ હતી.