સગાઇના મુદ્દે રિસાઇ ગયેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સગાઇના મુદ્દે રિસાઇ ગયેલી ૧૯ વર્ષની યુવતીએ ગઇકાલે રાત્રે ઘરે જ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દેતા પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાતના કેસની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ, વાઘોડિયારોડ કલાદર્શન ચાર રસ્તા પાસે વિશાલા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૯ વર્ષની છાયાબેન રાજેશભાઇ ઠાકરેએ ગઇકાલે રાત્રે ઘરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.આર.પટેલે તપાસ હાથ ધરતા એવી વિગતો જાણવા મળી છે કે, છાયા ગારમેન્ટની દુકાનમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હતી. માતા અને મોટી બહેન સાથે રહેતી છાયાની સગાઇ કરવાની વાત ચાલતી હતી. તે બાબતે છાયા રિસાઇ ગઇ હતી. ગઇકાલે છાયાની માતા અને બહેન દશામાંની મૂર્તિઓ જોવા ગયા હતા. તે દરમિયાન છાયાએ ઘરે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.




