Baroda
ઇલાેરાપાર્કમાં ગરબામાંથી પરત ફરેલા પરિવારે સવારે જોયું તો મકાનમાંથી 10 લાખની ચોરી થઇ હતી
By GS Team
19 Oct 20261 min read
વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં ચોરોનો તરખાટ જોવા મળ્યો છે. અખંડદિપ ટેનામેન્ટમાં દીપકભાઈ પ્રજાપતિના બંધ મકાનને નિશાન બનાવી ચોરો રૂ. 8.90 લાખથી વધુની મત્તા ચોરી ગયા હતા. પરિવાર ગરબા જોવા ગયો ત્યારે તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રૂ. 2 લાખ રોકડા લઈ ફરાર થઈ ગયા હતા. ગોરવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ઇલોરાપાર્ક વિસ્તારમાં પણ ચોરો એક મકાનમાંથી રૃ.દસેક લાખની મતા ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.
અખંડદિપ ટેનામેન્ટમાં રહેતા દિપકભાઇ પ્રજાપતિએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાત્રે હું અને પરિવારના સભ્યો ગરબા જોઇને પરત ફર્યા હતા.પહેલા માળે રહેતો મારો ભાઇ પણ ગરબા જોઇને પરત ફર્યો હતો અને વહેલી સવારે તે માતાજીના મંદિરે ગયો હતો.
આ વખતે પાડોશીએ ફર્સ્ટ ફ્લોરનો નકૂચો તૂટેલો હોવાની જાણ કરતાં અમે તપાસ કરી તો ચોરો આશરે છ તોલાના સોનાના દાગીના,ચાંદીના દાગીના અને રોકડા રૃ.બે લાખ મળી રૃ.૮.૯૦લાખ(બજાર કિંમત મુજબ રૃ.૧૦ લાખથી વધુની મતા)ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.