Baroda

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર યુવતીને વિધર્મી નર્સે પ્રેમજાળમાં ફસાવી બોગસ લગ્ન સર્ટિ. બનાવ્યું

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ખાનગી હોસ્પિટલની ડોક્ટર યુવતીને વિધર્મી નર્સે પ્રેમજાળમાં ફસાવી. નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવી પોલીસે રજૂ કર્યું. પિતાએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો. જંબુસર પોલીસે કરજણના ફૈઝલ દિવાન સામે ગુનો નોંધી, તેની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે બોગસ સર્ટિફિકેટ બનાવનારની તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર યુવતીને વિધર્મી નર્સે પ્રેમજાળમાં ફસાવી બોગસ લગ્ન સર્ટિ. બનાવ્યું

વડોદરાની ખાનગી હોસ્પિટલની ડોક્ટર યુવતીને હોસ્પિટલમાં ફરજ બજાવતા વિધર્મી નર્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ડોક્ટર યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવું નકલી સર્ટિફિકેટ પણ બનાવી પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું જો કે આ સર્ટિફિકેટનો ભાંડો ફૂટતા આખરે પોલીસે કરજણ તાલુકાના વિધર્મી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જંબુસર પોલીસ સ્ટેશનમાં એક શિક્ષકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દીકરીએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્ણ કર્યો બાદ તે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. હું ઘેર હતો ત્યારે મારી પુત્રીનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે, આજ પછી હું ઘેર નહી આવું અને ઘેરથી સોનાનો છ તોલાનો હાર મારી સાથે લીધો છે જે હું બે મહિના બાદ આપી દઇશ, હવે મારી શોધખોળ કરતા નહી.
પુત્રીના ફોનથી હું આઘાતમાં સરી પડયો હતો અને બે દિવસ બાદ જંબુસરમાં રહેતા ફિરોજ દિવાનનો ફોન આવ્યો હતો તેને મારી પુત્રી સાથે વાત કરાવી હતી. આ વખતે મેં પુત્રીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ફિરોજના ભાણીયા ફૈઝલ મઝીદ દિવાન (રહે.કિયા, તા.કરજણ, જિલ્લોવડોદરા) સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે અને તે બાબતની જાણ પોલીસને પણ કરી છે તેમજ મેરેજ સર્ટિફિકેટ પોલીસ સમક્ષ રજૂ કર્યું છે તેમ જણાવ્યું હતું.
દરમિયાન મેં વડોદરામાં કુબેર ભવન ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નના સર્ટિફિકેટની ખરાઇ કરાવતા તા.૩૦ જૂનના રોજ સબ રજિસ્ટ્રારે લેખિતમાં જણાવેલ કે તા.૧૬ જૂનના રોજ ફૈઝલ મઝીદ દિવાન તેમજ દિવ્યાના નામે કોઇ લગ્ન નોધણી થઇ નથી તેમજ અત્રેની કચેરીમાંથી કોઇ સર્ટિફેકટ આપવામાં આવ્યું નથી. બોગસ લગ્ન સર્ટિફિકેટના પર્દાફાશના પગલે નોંધાયેલી ઉપરોક્ત ફરિયાદ બાદ જંબુસર પોલીસે ફૈઝલ દિવાનની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ફૈઝલે વીડિયો બનાવ્યો, યુવતીએ પરિવારને કહ્યું મને ટોર્ચર કરશો તો આપઘાત કરીશ

વડોદરાની હોસ્પિટલમાંથી ડોક્ટર હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર વિધર્મી નર્સિંગ સ્ટાફના ફૈઝલ મઝીદ દિવાને યુવતી પાસે એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં યુવતીએ કહ્યું હતું કે મેં રાજીખુશીથી મેરેજ કર્યા છે અને મારા પરિવારજનો હિન્દુ સંગઠનો પાસે જઇ રહ્યા છે, જો હવે વધારે ટોર્ચર કરશે તો હું આપઘાત કરીશ. યુવતીએ હાઇકોર્ટ અને પોલીસ સમક્ષ પણ આ બોગસ લગ્ન સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.

બોગસ લગ્ન સર્ટિફિકેટ કોણે બનાવ્યું તે અંગે તપાસ શરૃ

હિન્દુ ડોક્ટર યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી નર્સ યુવકે નકલી લગ્ન સર્ટિફિકેટ બનાવ્યું હતું. જો કે શિક્ષક પિતાએ તેનો પર્દાફાશ કરતાં હવે પોલીસ પણ તપાસ માટે કામે લાગી છે. આ લગ્ન સર્ટિફિકેટ કોણે બનાવ્યું, રબર સ્ટેમ્પ ક્યાં બનાવ્યા અને ક્યાં સિક્કા માર્યા, કચેરીમાંથી કોરું મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે બહાર ગયું જેવી મુદ્દા પર તપાસ શરૃ કરવામાં આવી છે.