Baroda

ભરૃચના દંપતીની વડોદરામાં કેફેની ફ્રેન્ચાઇઝી ખોલવાના નામે વડોદરાના બિલ્ડર સાથે ઠગાઇ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરાના કલાલી વિસ્તારમાં વર્ધ્યાન કેફેની ફ્રેન્ચાઇઝીના નામે ભરૃચના દંપતીએ બિલ્ડર પાસેથી રૂ.12.50 લાખ પડાવ્યા હતા. ગોત્રી પોલીસ સ્ટેશન પાછળ રહેતા હેમલ મુન્શીએ સૌરભરાવ શેરે અને તેમના પત્ની વૈભવી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દંપતીએ ફ્રેન્ચાઇઝી શરૂ કરાવ્યાના એક જ મહિનામાં બંધ કરી દીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૃચના દંપતીની વડોદરામાં કેફેની ફ્રેન્ચાઇઝી ખોલવાના નામે વડોદરાના બિલ્ડર સાથે ઠગાઇ

કલાલી વિસ્તારમાં વર્ધ્યાન કેફેની ફ્રેન્ચાઇઝી આપવા માટે ભરૃચના દંપતીએ રૃા.૧૨.૫૦ લાખ વડોદરાના બિલ્ડર પાસે પડાવ્યા બાદ ફ્રેન્ચાઇઝી બંધ કરી દીધી હતી.
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન પાછળ સુર્યવિલા સોસાયટીમાં રહેતા હેમલ કિશોર મુન્શીએ ભરૃચમાં જે.બી. મોદી પાર્ક રોડ પર ભારતીનગરમાં રહેતા સૌરભરાવ હેમંતરાવ શેરે અને તેમના પત્ની વૈભવી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોવાથી મારે માંજલપુરમાં ઇવા મોલ પાસેની બેંકમાં અવારનવાર જવાનું હોય છે જેથી હું કેટલીક વખત બેન્કની પાછળ વર્ધ્યાન કેફે હોય ત્યાં જતો હતો.
૧૦ મહિના પહેલા કેફેમાં બેસતા હર્ષ પટેલ સાથે મેં વાત કરી કેફેની ફ્રેન્ચાઇઝી વિશે માહિતી મેળવી હતી. હર્ષ પટેલે તે સમયે મારો મોબાઇલ નંબર લીધો હતો અને થોડા દિવસ પછી તેનો ફોન આવ્યો હતો કે સૌરભરાવ કેફે પર આવ્યા છે તમારે રૃબરૃ મળવું હોય તો કેફે પર આવી જાવ તેમ કહેતા હું કેફે પર ગયો હતો અને મારી પાસે કલાલીમાં ડિવાઇન ગેલેક્સીમાં એક દુકાન છે જેમાં કેફે ખોલવા માંગુ છું તેમ કહેતા તેમણે કેફે માટે સાઇટ જોઇ હતી અને બાદમાં જણાવેલ કે ફ્રેન્ચાઇઝી માટે રૃા.૧૨.૫૦ લાખ થશે જેમાં ફર્નિચર અમો કરાવીશું અને કામ કરવા માણસો અમારા રહેશે તેમ કહ્યુ ંહતું.
મેં સૌરભરાવને રૃપિયા ચૂકવતા નોટરી કરાર થયો હતો અને તા.૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ કલાલી ખાતે કેફે શરૃ કર્યુ હતું પરંતુ માત્ર એક માસમાં જ એટલે કે તા.૨૨ મેના રોજ કેફેની ફ્રેન્ચાઇઝી બંધ કરી તેમના માણસો હટાવી લીધા હતાં. ઉપરોક્ત બાબતની ફરિયાદ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.