Baroda

દારૃ ભરેલા કન્ટેનરનો ૨૫ કિ.મી. પીછો કર્યો, ચાલક યુ ટર્ન મારી સાંપા બ્રિજેે રેઢુ મૂકી ફરાર

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા નજીક પોલીસે દારૂ ભરેલા કન્ટેનરનો ૨૫ કિમી પીછો કર્યો હતો. ચાલકે કન્ટેનરને સાંપા બ્રિજ પાસે છોડી ફરાર થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસે ૬૧ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર, ચાલક અને માલિકની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃ ભરેલા કન્ટેનરનો ૨૫ કિ.મી. પીછો કર્યો, ચાલક યુ ટર્ન  મારી સાંપા બ્રિજેે રેઢુ મૂકી ફરાર

દિલ્હી- મુંબઇ એકસપ્રેસ હાઇ-વે પર દારૃ ભરેલા કન્ટેનરને ઝડપી લેવા માટે પોલીસે ૨૫ કિલોમીટર પીછો કર્યો હતો. ચાલકને ખબર પડી જતા તેને યુ ટર્ન મારી સાંપા બ્રિજ પાસે રેઢુ મૂકી ફરાર થઈ ગયો હતો. આમ, કન્ટેનરને ઝડપી લેવા માટે ફિલ્મી દશ્યો સર્જાયા હતા.પોલીસે બૂટલેગર, કન્ટેનરના ચાલક અને માલિકની શોધખોળ હાથ ધરી છે.
કન્ટેનર સહિત ૬૧ લાખનો મુદ્દામાલ કબજે, ફિલ્મી દશ્યો સર્જાયા, બૂટલેગર, કન્ટેનરના માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરાઇ
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પાદરા તરફ જતા ટોલનાકા નજીક બંધ બોડીના કન્ટેનરમાં દારૃનો જથ્થો ભર્યો હોવાની શંકા જતા તેને ઊભુ રાખવા જિલ્લા એલસીબીના સ્ટાફે પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે કન્ટેનર ભગાવતા તેનો ૨૫ કિ.મી.ે પીછો કર્યો હતો. ચાલકે કન્ટેનર ઊભું નહી રાખી દોડકા ટોલનાકાથી યુ ટર્ન મારી પરત મુંબઈ તરફ હંકારી લઈ જવા લાગ્યો હતો. પોલીસ પણ પકડવા માટે તેનો પીછો કરી રહી હતી.
શંકાસ્પદ કન્ટેનરની આગળ પાછળ બે બોલેરો પિકઅપ ગાડી ચાલવા લાગી હતી. જેથી પોલીસને આ બંને બોલેરો ગાડી પર પણ શંકા જતાં ત્રણેય વાહનોને ઊભા રાખવા માટે પોલીસે પીછો કર્યો હતો. આમ, ફિલ્મી દશ્યોે સર્જાયા હતાં. દરમિયાન બંને બોલેરો પિક અપ ગાડી કન્ટેનરને ઓવરટેક કરી આગળ નીકળી ગઈ હતી. અંતે કન્ટેનરનો પીછો કરી રહેલ પોલીસને હાઈવે ઉપર બોડકાથી સાંપા જવાના ઓવરબ્રિજ પાસે ઉભેલી હાલતમાં કન્ટેનર જોવા મળ્યું હતું.
પોલીસે કન્ટેનર પાસે જઈ જોતાં કન્ટેનરમાં કોઈ હાજર મળ્યું ન હતું. ત્યારબાદ કન્ટેનરની તપાસ કરતાં દારૃ ભરેલી પેટીઓ મળી હતી. પોલીસે દારૃ ભરેલ બોટલો જેની કુલ કિમત રૃા.૫૧.૬૧ લાખ તેમજ કન્ટેનર મળી કુલ રૃા.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.