ગોલ્ડન ચોકડી પાસેથી ૪૦ લાખનો દારૃ ભરેલું કન્ટેનર પકડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હરિયાણાથી જંબુસર જતા વિદેશી દારૃ ભરેલા કન્ટેનરને પીસીબીની ટીમે ગોલ્ડન ચોકડી નજીકથી ઝડપી પાડયું છે. પોલીસે દારૃની ૩૫૦ પેટી તથા કન્ટેનર કબજે લઇ ડ્રાઇવરની સામે ગુનો દાખલ કર્યો છે.
ભાવનગરના લઠ્ઠાકાંડ પછી પણ બૂટલેગરો સુધરવાનું નામ લેતા નથી.સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના સતત દરોડા વચ્ચે પણ બેફામ બનેલા બૂટલેગરો દારૃ મંગાવી રહ્યા છે. દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૃ ભરેલું એક કન્ટેનર હરિયાણાથી નીકળી વડોદરા થઇ જંબુસર જવાનું છે.જેથી, પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી ટોલનાકા નજીક આજે સાંજે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કન્ટેનર આવતા પોલીસે કન્ટેરને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૃની અલગ - અલગ બ્રાન્ડની બોટલો ભરેલી અંદાજે ૩૫૦ પેટી મળી આવી હતી. મોડીરાત સુધી દારૃની ગણતરી ચાલી રહી છે. અંદાજે ૪૦ લાખના દારૃ સાથે પકડાયેલા ડ્રાઇવર ધર્મેન્દ્ર ચૌહાણ (રહે. મધ્યપ્રદેશ)ની પોલીસે પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમિયાન આ દારૃ ભરેલું કન્ટેનર જંબુસર જવાનું હોવાની જાણ થઇ હતી. પોલીસે ગુનો દાખલ કરી દારૃ સપ્લાય કરનાર તથા મગાવનારની શોધખોળ શરૃ કરી છે.




