સયાજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ શંકાસ્પદ ચાંદીપુરાથી ગોધરાના ૧ બાળકનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિટલમાં ગોધરાથી શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર માટે આવેલા બાળકનું સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસર હેઠળ બે બાળકો સારવાર હેઠળ છે, એક અઠવાડિયા અગાઉ શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી ૪ વર્ષના બાળકને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યું હતું. બાળકને સારવાર મળે તે પહેલા રસ્તામાં જ તેનું મોત થયું હતું. જો કે, મૃત્યુ કયા કારણોસર થયું છે તે જાણવા માટે મૃતદેહમાંથી સેમ્પલ લેઈને મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. ઉલ્લેેખનીય છે કે, પંચમહાલના બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો તાવ, ખેંચ, ઝાડા અને ઉલટીની તકલીફ સાથે સારવાર માટે આવ્યા છે. બંને બાળકો હાલ સારવાર હેઠળ અને તેઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. બંને બાળકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરાનો વાયરસ સીધો મગજ પર અસર કરે છે, જેમાં અચાનક તીવ્ર તાવ આવવો, સખત માથાનો દુઃખાવો થવો, ઉલ્ટીઓ થવી, અતિશય નબળાઈ અને સુસ્તી આવવી, માનસિક સંતુલન બગડવું અથવા બાળક બેભાન થઈ જવું, ખેંચ આવવી. આ લક્ષણો શરૃ થયાના ૨૪ થી ૪૮ કલાકમાં બાળકની તબિયત ઘણી વધારે બગડી શકે છે, તેથી સમયસર સારવાર ખૂબ જરૃરી છે.









