ડ્રગ્સના વીડિયો વાયરલ કરનાર મહિલા સામે વ્યાજખોરીનો ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ડ્રગ્સ વેચાણ થતું હોવાના વીડિયો વાયરલ કરી પોલીસને દોડતી કરનાર સોશિયલ મીડિયા પર એક્ટિવ મહિલા અને ેતના પતિ સામે વ્યાજખોરીનો ગુનો દાખલ થયો છે.
તાંદલજા રોડ મહાબલીપુરમમાં રહેતા આરીફ યાસીનભાઇ શેખે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સોહીલ સૈયદ ઉર્ફે લંબુ સાથે મારી મિત્રતા હતી. અઢી વર્ષ પહેલા તેણે જણાવ્યું હતું કે, મેં વ્યાજ સે રૃપિયા દેતા હુ તેરે કો જરૃરત હો તો મુજે બોલના. મે હર મહિને ૨૨ટકા વ્યાજ લેતા હું. થોડા સમય પછી મને રૃપિયાની જરૃર ઊભી થતા સોહીલ સૈયદ પાસેથી મે - ૨૦૨૪ માં ૩ લાખ લીધા હતા. દર મહિનાની ૧ થી ૫ તારીખની વચ્ચે આવીને તે મારી પાસેથી વ્યાજના રૃપિયા લઇ જતો હતો. મારી પાસે રૃપિયના વ્યવસ્થા ન હોય તો તે ઝઘડો કરી ધમકી આપતો હતો.
એક વર્ષ પહેલા સોહીલ સૈયદ તથા તેની પત્ની તમન્નાએ મારી પાસેથી વ્યાજના રૃપિયાની ઉઘરાણી કરવા માટે આવ્યાહતા. તમન્નાએ રૃપિયાની ઉઘરાણી કરી ધમકી આપી હતી કે, હું સોશિયલ મીડિયામાં એક્ટિવ છું. તું મોટો ડ્રગ સપ્લાયર છે. તેવો વીડિયો બનાવી તારૃં પુરૃં કરી દઇશ. તે પણ અવાર - નવાર વ્યાજની ઉઘરાણી કરતી હતી. સોહીલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સવા મહિના અગાઉ સોહીલ તથા તેની પત્ની કાર લઇને મને સહકાર નગર પાસે મળ્યા હતા. તે સમયે તમન્નાએ એવી ધમકી આપી હતી કે, તું વ્યાજ નહીં આપે તો તને ડ્રગ્સના કેસમાં ફસાવી દઇશ અને આજીવન જેલમાંથી છૂટે એવો રહેવા નહંી દઉં. સોહીલ સેયદને મેં અત્યારસુધી ૧૨ લાખ ચૂકવી દીધા છે. તેમછતાં સોહીલ અને તેની પત્ની તમન્ના વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી ધમકી આપે છે. તેઓ હાલમાં છાણી એલેમ્બિક ફ્લેટમાં રહે છે.









