Baroda

સગીરાની છેડતી બાબતે ચર્ચાસ્પદ બનેલા વાસણારોડના મિડ સિટી જીમના સંચાલક સામે ગુનો નોંધાયો

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાસણા રોડ પરના મિડ સિટી જીમમાં સગીરાની છેડતીનો મામલો ગરમાયો છે. જન્માષ્ટમીએ જીમ ટ્રેનરે સગીરા સાથે અભદ્ર છેડછાડ કરતા પોલીસ ફરિયાદ થઈ હતી. હવે પોલીસ તપાસમાં જીમના સંચાલક મેહુલ સોલંકી સામે કર્મચારીઓની માહિતી છુપાવવા બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. પોલીસે મેહુલ સોલંકીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સગીરાની છેડતી બાબતે ચર્ચાસ્પદ બનેલા વાસણારોડના મિડ સિટી જીમના સંચાલક સામે ગુનો નોંધાયો

Vadodara Police : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં સગીરાની છેડતી બાબતે ચર્ચાસ્પદ બનેલા મિડ સિટી જીમના સંચાલક સામે કર્મચારીઓની માહિતી છુપાવવા બદલ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે.
વાસણા રોડના જલધારા એપાર્ટમેન્ટમાં આવેલા મિડ સીટી જીમમાં જન્માષ્ટમીના દિવસે વર્કઆઉટ કરવા ગયેલી સગીર વયની વિદ્યાર્થીનીને જીમ ટ્રેનર દ્વારા ઊંચાઈ માપવાના નામે કેબિનમાં બોલાવી અભદ્ર છેડછાડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ટ્રેલરની અટકાયત પણ કરી હતી.
ઉપરોક્ત બનાવવા બાદ અકોટા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મીડ સીટી જીમમાં કર્મચારીઓના રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરવામાં આવતા ધાર્મિક પુરોહિત નામના એક કર્મચારીનું રજીસ્ટ્રેશન નહીં કરાયું હોવાનું અને પોલીસને જાણ નહીં કરાઈ હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ જીમના સંચાલક મેહુલ ચંદ્રકાંતભાઈ સોલંકી (અયોધ્યા ટાઉનશીપ, સોમનાથ નગર પાસે, તરસાલી) સામે ગુનો નોધી અટકાયત કરવામાં આવી હતી.