Baroda

વડોદરાના આજવા રોડ પર મધરાતે કારનો કાચ તોડી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે રહેતા અંકુરભાઈ પુરાણીની કારને મોડી રાત્રે 2:30 વાગ્યે આગ ચાંપવામાં આવી હતી. દિવ્યાંશુસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણે પેટ્રોલ છાંટી કાર સળગાવી હતી. અંકુરભાઈએ પાણી નાખી આગ બુઝાવી હતી. અગાઉ થયેલા કેસની અદાવતમાં આ કૃત્ય કરાયું હતું. બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના આજવા રોડ પર મધરાતે કારનો કાચ તોડી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી

Vadodara Crime : વડોદરાના આજવા રોડ પર કમલાનગર તળાવ પાસે આશા લતા પાર્ક સોસાયટીમાં રહેતા અંકુરભાઈ રાજેન્દ્રકુમાર પુરાણી ટ્રેડિંગનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે એક વર્ષ અગાઉ ઇલેન્દ્રસિંહ ચૌહાણ (રહે-ચૌહાણ ફળિયુ, બામણ ગામ, તાલુકો વડોદરા) એ મારા ઉપર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ કર્યો હતો. જે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે ગત 10 મી તારીખે અમે જમી પરવારીને રાત્રે10:30 વાગ્યે સુઈ ગયા હતા. મોડી રાત્રે 2:30 વાગે ઘરના કમ્પાઉન્ડ અવાજ આવતો હોય હું જાગીને તરત બહાર નીકળ્યો હતો. ત્યારે મેં દિવ્યાંશુસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણને મારા મકાનના કમ્પાઉન્ડમાંથી તેના ટુ વ્હીલર પર ભાગતા જોયો હતો. કમ્પાઉન્ડમાં જોતા મારી કારમાં આગ લાગી હતી. દિવ્યાંશુસિંહે પેટ્રોલ છાંટી આગ લગાવી હતી. મેં પાણી નાંખી આગ બુજાવી હતી. આગના કારણે ડ્રાઇવર સીટ સળગી ગઈ હતી હતી તેમજ કારને નુકસાન થયું હતું.