Baroda
ગાેત્રીમાં ચાલુકારે ચાલકને ખેંચ આવતા કાર ઝાડ અને થાંભલામાં ઘૂસી ગઇ,મોટી દુર્ઘટના ટળી
By GS Team
8 Aug 20261 min read
વડોદરાના ગોત્રી વિસ્તારમાં વુડા સર્કલ નજીક આજે સાંજે એક કારચાલકને ચાલુ ગાડીએ ખેંચ આવતાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર ઝાડ સાથે અથડાઈ થાંભલામાં ઘૂસી ગઈ હતી. સદનસીબે અન્ય કોઈ વાહન કે રાહદારીને અડફેટે ન લેતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે, કારચાલકને ઈજા થઈ હતી. આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી વિસ્તારમાં કાર ચાલકને ખેંચ આવતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.જો કે આ બનાવમાં ચાલકને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ગોત્રી વિસ્તારમાં વુડા સર્કલથી યશ કોમ્પ્લેક્સ જવાના રસ્તા પર આજે સાંજે એક કારચાલકને ચાલુ કારે ખેંચ આવતાં તેણે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો.
આ સાથે કાર ઝાડ સાથે ભટકાતાં ઝાડનો ભાગ તૂટી ગયો હતો અને ત્યારબાદ કાર થાંભલામાં ઘૂસી ગઇ હતી.બનાવને પગલે લોકોના ટોળાં જામ્યાં હતા અને ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. સારાનસીબે કારની અડફેટમાં કોઇ વાહન ચાલક કે રાહદારી અડફેટમાં નહિ આવતાં જાનહાનિ થતાં રહી ગઇ હતી.રાત સુધી આ બનાવમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી.