Baroda

વડોદરામાં પકડાયેલા ડૂપ્લિકેટ PSIનું આઇકાર્ડ ડાઉનલોડ કરી ભાવનગરના મેળામાં રાઇડ્સની મોજ માણતો બોગસ PSI પકડાયો

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરના મેળામાં ડુપ્લિકેટ PSI બની રોફ જમાવતા જગદીશ મકવાણા (રત્ન કલાકાર, ભૂંભલી ગામ) ઝડપાયો. પોલીસે તેની પાસેથી વડોદરાના મોબીન સોદાગરના નામના ડુપ્લિકેટ PSI આઈકાર્ડવાળું કાર્ડ મળ્યું, જે તેણે ઓનલાઈન ડાઉનલોડ કર્યું હતું. આ કાર્ડ બતાવી તે મેળામાં મફત રાઈડ્સની મજા લેતો હતો. જોકે, ભાવનગરના આરોપીનો વડોદરાના મોબીન સાથે કોઈ સંપર્ક નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પકડાયેલા ડૂપ્લિકેટ PSIનું આઇકાર્ડ ડાઉનલોડ કરી ભાવનગરના મેળામાં રાઇડ્સની મોજ માણતો બોગસ PSI પકડાયો

ભાવનગરના મેળામાં ડુપ્લિકેટ પીએસઆઇ તરીકે રોફ ઝાડી મજા લેતા પકડાઇ ગયેલા ભેજાબાજે વડોદરાના ડુપ્લિકેટ પીએસઆઇના આઇકાર્ડનો ઉપયોગ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.
ભાવનગર પોલીસે મેળામાં રાઇડ્સની મફત મજા લઇ રહેલા એક પીએસઆઇની અટકાયત કરી તપાસતાં તેનું નામ જગદીશ ડાહ્યાભાઇ મકવાણા(ભૂંભલી ગામ, ભાવનગર) હોવાનું અને તે રત્ન કલાકાર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસને તેની પાસેથી એક આઇકાર્ડ મળ્યું હતું.જેમાં પીએસઆઇ મોબીન સોદાગર નું નામ,ફોટો અને ગાંધીનગર એસઆઇટીનો હોદ્દો દર્શાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત જન્મ તારીખ અને અન્ય વિગતો પણ હતી અને નીચે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એમ જે ચાવડાની સહી હતી.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં વડોદરામાં સાત મહિના પહેલાં પકડાયેલા મોબીન સોદાગર નામના એક શખ્સ પાસે મળેલા ડુપ્લિકેટ પીએસઆઇના ફોટા વાળા આઇકાર્ડને તેણે ઓનલાઇન ડાઉનલોડ કરી લીધું હોવાની અને આ કાર્ડ બતાવી રૃઆબ છાંટતો હોવાની વિગતો ખૂલી હતી.જોકે ભાવનગરના આરોપીને વડોદરાના મોબીન સાથે કોઇ સંપર્ક નહિ હોવાનું પણ ખૂલ્યું છે.