APK ફાઇલ ઓપન કરતા ૭.૪૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર થઇ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરા જી.આઇ.ડી.સી.ના વેપારીએ મોબાઇલમાં આવેલી એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે જ તેનો મોબાઇલ નંબર અન્ય ત્રણ મોબાઇલ નંબર પર વારાફરતી ફોરવર્ડ થઇ ગયો હતો અને તેમના કરંટ એકાઉન્ટમાંથી ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા.
ગોત્રી રોડની આનંદવિલા સોસાયટીમાં રહેતા મિતેષકુમાર જ્યંતિલાલ દવે મકરપુરા જી.આઇ.ડી.સી.માં નામની દુકાન ચલાવે છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,૧ લી સપ્ટેમ્બરે મારા મોબાઇલ ફોન પર RTO E CHALLAN નો મેસેજ આવ્યો હતો. તેની સાથે એક એપીકે ફાઇલ પણ આવી હતી. ગાંધીનગર એફ.એસ.એલ.માં નોકરી કરતા મારા ભત્રીજા જીલ દવેને વાત કરતા તેણે ચેતવણી આપી હતી કે, આ ફ્રોડ મેસેજ છે, ફાઇલ ઓપન ના કરતા. તેમછતાં મેં ફાઇલ ઓપન કરી હતી. આરોપીઓએ મારા મોબાઇલ ફોનમાં આવતા તમામ કોલ અન્ય ત્રણ મોબાઇલ નંબર પર ફોરવર્ડ કરી દીધા હતા. તેમજ કેનેરા બેન્કના એકાઉન્ટમાંથી કુલ૭.૪૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, RTO E CHALLAN વાળી એપીકે ફાઇલ ડાઉનલોડ થતા જ વિશ્વામિત્રી રોડ પર રહેતા ફાઇનાન્સરે પણ ૨.૪૯ લાખ ગુમાવ્યા હતા.જ ે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.




