Baroda

અલકાપુરીના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી દારૃની ૬૦ બોટલ કબજે

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
અલકાપુરીના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી પોલીસે મોંઘી બ્રાન્ડની 60 વિદેશી દારૂની બોટલો કબજે કરી છે. આર.સી.દત્ત રોડ સારથી કોમ્પલેક્સમાં કેવલ બામણીયા દારૂ વેચતો હોવાની બાતમી મળતા PCB પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 1.36 લાખની કિંમતનો દારૂ મળ્યો હતો, પરંતુ આરોપી કેવલ બામણીયા ફરાર છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલકાપુરીના એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી દારૃની ૬૦ બોટલ કબજે

અલકાપુરીના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી પોલીસે મોંઘી બ્રાન્ડની વિદેશી દારૃની ૬૦ બોટલ કબજે કરી આરોપીની શોધખોળ શરૃ કરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,આર.સી.દત્ત રોડ સારથી કોમ્પલેક્સના બેઝમેન્ટમાં સીડી નીચે કેવલ બામણીયા (રહે. વાસણા રોડ) વિદેશી દારૃની બોટલો મૂકી રાખી વેચાણ કરે છે. જેથી, પી.આઇ. જે.આર. ગામીતની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા દારૃની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે કેવલ બામણીયાને કોલ કરતા તેણે એક વખત ફોન રિસિવ કર્યો હતો. ત્યારબાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસે મોંેઘી બ્રાન્ડના દારૃની ૬૦ બોટલ કિંમત રૃપિયા ૧.૩૬ લાખની કબજે કરી છે. જ્યારે આરોપી કેવલ બામણીયાની શોધખોળ શરૃ કરી છે. જ્યારે અન્ય એક બનાવમાં પોલીસે બિયરના ૧૯ ટીન કિંમત રૃપિયા ૫,૩૫૦ સાથે આરોપી મથુર રાજારામભાઇ કહાર (રહે.સવાદ ક્વાટર્સ, હરણી રોડ) ને ઝડપી પાડયો છે. જ્યારે સપ્લાયર સૂરજની શોધખોળ શરૃ કરી છે. ત્રીજા બનાવમાં પોલીસે ન્યુ વી.આઇ.પી.રોડ આમ્રવિલા સોસાયટીમાં રહેતા સુમીત કાર્તિકભાઇ દાસને દારૃની ૮બોટલ કિંમત રૃપિયા ૧,૬૦૦ સાથે ઝડપી પાડયો છે.