Baroda

મધરાત્રે ફાયરિંગ કરવાના ગુનામાં ૬ આરોપીઓને રિમાન્ડ

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ભાયલીમાં દારૂની મહેફિલ દરમિયાન ફાયરિંગ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગમાં દારૂ પીતી વખતે મિત્રો વચ્ચે ઉશ્કેરાટ થતાં લાયસન્સવાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગોળી નજીકના ફ્લેટના બે ઘરમાં ઘૂસી, સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી. તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધરાત્રે ફાયરિંગ કરવાના ગુનામાં ૬ આરોપીઓને રિમાન્ડ

દારૃની મહેફિલ દરમિયાન ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ લીધો છે.
ભાયલી વિસ્તારમાં અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં રાત્રે દારૃની મહેફિલ માણતા છ મિત્રો વચ્ચે કોઇ બાબતે ઉશ્કેરાટ થતા એક મિત્રે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળી થોેડે દૂર આવેલા આરના-૪૮ ફ્લેટના બે ઘરમાં ઘૂસી ગઇ હતી. જોકે, રાત્રિનો સમય હોઇ કોઇને ઇજા થઇ નથી. આ અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી (૧) શક્તિસિંહ વનરાજસિંહ રાણા (રહે. કોર્ટયાર્ડ ટાવર, સેવાસી ચોકી પાસે,ગોત્રી) (૨) મેહુલ મહેન્દ્રભાઇ ગઢવી (૩) ઇન્દ્રજીતસિંહ અનિરૃદ્ધસિંહ વાઘેલા ( બંને રહે. સોકલી ગામ, તા.વીરમગામ, જિ.અમદાવાદ) (૪) સંજય ઉર્ફે આર.ડી.એક્સ. રમેશચંદ્ર દવે (રહે. રાધેશ્યામ ડુપ્લેક્સ, કારેલીબાગ) (૫) વિજયકુમાર ચંદુલાલ મારવાડી (રહે. આકૃતિ એપાર્ટમેન્ટ,ગોદીરોડ, દાહોદ) તથા (૬) દીપક શંભુનાથ ઝા (રહે. રાધેશ્યામ ઇલાઇટ, ગ્રીન ફિલ્ડ, ભાયલી, વડોદરા) ની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરતા જણાવ્યું હતું કે, આર્મ્સના લાયસન્સની ચકાસણી કરવાની છે, રિવોલ્વર ક્યાંથી અને ક્યારે ખરીદી હતી તેની તપાસ કરી કારતૂસ કબજે લેવાના છે, ફાયરિંગ કરવા પાછળનું સાચું કારણ જાણવાનું છે. આરોપીઓનો એક દિવસનો રિમાન્ડ મંજૂર થયો છે.