અલગ - અલગ દેશમાં વિઝા અપાવવાનું કહી ૫૭ યુવકોેના ૪૬.૯૭ લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિઝામપુરામાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૃ કરી વિદેશ મોકલવાના બહાને ૫૭ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ કુલ ૪૬.૯૭ લાખ પડાવી લીધા હતા અને ત્યારબાદ ભાડાની ઓફિસ ખાલી કરીને જતા રહ્યા હતા.
રાજમહેલ રોડ હાથી પોળમાં રહેતા બાલકૃષ્ણ મહેન્દ્રકુમાર પંચાલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરૃં છું. મારે કામ ધંધા અર્થે વિદેશ જવાનું હોઇ ડીએન કન્સલ્ટન્સી, ત્રીજો માળ,કુંજ સોલીસીટર, નિઝામપુરા ગયા હતા. ઓફિસના સંચાલક ગુડ્ડુકુમાર લલનપ્રસાદ (રહે.ઇલારામ ચોક, બિતીયા,પ.ચંપારણ, બિહાર), પ્રતાપસિંગ તથા જશબીરસિંગ હતા. તેઓ તથા તેમની ટીમના માણસો અલગ - અલગ દેશમાં લોકોને મોકલવાની પ્રોસેસ કરે છે. જેથી, વર્ષ - ૨૦૨૫ માં હું તેઓની ઓફિસે ગયો હતો અને સંચાલક પ્રતાપસિંગને મળ્યો હતો. તેમણે કેન્યાની કંપનીમાં વેકેન્સી હોવાનું જણાવી પ્રોસેસ કરી આપવાનું કહ્યું હતું. જેની ફી ૫૫ હજાર કહેતા મેં હા પાડી હતી. તેઓએ તા.૧૫-૧૧-૨૦૨૫ ના રોજનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો. જેથી, અમે તેઓને પેમેન્ટની ચૂકવણી કરી હતી. ત્યારબાદ અમેરિકા - ઇરાન વચ્ચેના યુદ્ધના કારણે અમારી ફ્લાઇટ રદ્દ થઇ હતી. વિઝાની મુદ્દત તા.૧૩-૦૪-૨૦૨૬ ના રોજ પૂરી થતી હોઇ રિશિડયૂલ કરાવવા માટે અમે ડી.એન. કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતા. પરંતુ, ઓફિસ બંધ આવતી હતી. તેઓનો ફોન પણ બંધ આવતો હતો. ઓફિસે અમને અન્ય લોકો પણ મળ્યા હતા. તેઓએ પણ વિદેશ જવા માટે આ ઓફિસના સંચાલકને રૃપિયા ચૂકવ્યા હતા.




