Baroda

કારમાં દારૃની હેરાફેરી કરતી મહિલા સહિત ૪ ઝડપાયા

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
મકરપુરા પોલીસે માણેજા ક્રોસિંગ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે 929 બોટલ દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 5.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ફિરોજ પટણી, સહબાજ ખાન, સોહિલ ખાન અને ઉર્મિલાદેવી સરોજને પકડી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારમાં દારૃની હેરાફેરી કરતી મહિલા સહિત ૪ ઝડપાયા

માણેજા ક્રોસિંગ પાસેથી મકરપુરા પોલીસે વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે, માણેજા ક્રોસિંગ પાસેથી દારૃ ભરેલી કાર પસાર થવાની છે. જેમાં એક મહિલા અને ત્રણ પુરૃષો છે.પી.આઇ.એ.એમ. ગોહિલની સૂચના મુજબ,સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસે કાર અટકાવીને ચેક કરતા તેમાંથી દારૃની ૯૨૯ બોટલ કિંમત રૃપિયા ૩.૦૧ લાખની મળી આવી હતી. પોલીસે દારૃ, કાર તથા મોબાઇલ ફોન મળીને કુલ ૫.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે (૧) ફિરોજ રજનીકાંત પટણી (રહે. મારૃતિ એપાર્ટમેન્ટ, કુઁભારવાડા, ગાજરાવાડી) (૨) સહબાજ અબ્દુલરફીક ખાન (૩) સોહિલ જલીલઅહેમદ ખાન તથા (૪) ઉર્મિલાદેવી શ્યાદાર સરોજ (ત્રણેય રહે. ગોકુલધામ સોસાયટી, સાખી ગામ, પલસાણા, સુરત,મૂળ રહે. યુ.પી.) ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.ઉર્મિલાદે સામે અગાઉ વાડી, સુરત, વલસાડમાં પણ ગુનાઓ દાખલ થયા છે.