વડોદરામાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા 30000 વિદ્યાર્થીઓ સહાયથી વંચિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ વડોદરાની સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ના ૩૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ૩૦૦૦ રુપિયાની શૈક્ષણિક સહાય હજી સુધી મળી નથી.જ્યારે નવુ શૈક્ષણિક વર્ષ શરુ થયે અઢી મહિના થઈ ગયા છે.
આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ધોરણ ૮ સુધી ફી ભરવાની હોતી નથી.તેની સાથે દરેક શૈક્ષણિક વર્ષની શરુઆતમાં નોટબૂકો, પાઠય પુસ્તકો જેવી ખરીદી કરવા માટે દરેક બાળકને સરકાર દ્વારા ૩૦૦૦ રુપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે.જોકે તેના માટે અગાઉના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીની ૮૦ ટકા હાજરી હોવી જરુરી હોય છે.
ગત વર્ષે તા.૧૧ ઓગસ્ટ સુધીમાં આરટીઈ હેઠળના બાળકોના ખાતામાં આ રકમ જમા થઈ ગઈ હતી.જ્યારે આ વર્ષે હજી સુધી એક પણ વિદ્યાર્થીને સહાય મળી નથી.સૂત્રોનું કહેવું છે કે, આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવે છે અને આ વખતે આ રકમ હજી સુધી મોકલવામાં આવી જ નથી.જેના કારણે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ સહાયની રાહ જોઈ રહ્યા છે.
એક આચાર્યે કહ્યું હતું કે, ખરેખર તો આ સહાય શૈક્ષણિક વર્ષ શરુ થાય તે પહેલા જ વિદ્યાર્થીને આપવી જોઈએ.જેથી તે સ્કૂલ શરુ થાય તે પહેલા જરુરી વસ્તુઓની સમયસર ખરીદી કરી શકે.









