એમ.એસ. યુ. માં અભ્યાસ કરતા બી.સી.એ.ના વિદ્યાર્થીના ફી માટેના ૩૦ હજાર ગઠિયાઓએ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૪૫ હજાર ક્રેડિટ થયાનો સ્ક્રીન શોટ મોકલી બી.સી.એ.ના વિદ્યાર્થીને વિશ્વાસમાં લઇ ભેજાબાજે ૩૦ હજાર પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઓ.પી. રોડ મેઘધનુષ્ય સોસાયટીમાં રહેતો મૂળ ગીર સોમનાથનો વતની દિવ્યમ રણજીતભાઇ દાહીમા એમ.એસ.યુ.માં બી.સી.એ.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા વતનમાં કુટુંબીભાઇ ભગીરથસિંહ દાહીમાના ઘરે મારબલનું કામ ચાલુ હતું તે સમયે હું તેેઓના ઘરે ગયો હતો. ત્યારબાદ ગત ૮ મી જુલાઇએ સાંજે સાત વાગ્યે હું વડોદરા હતો. તે દરમિયાન એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું કે, મેં ભગીરથસિંહ દાહીમા કા કારીગર બોલતા હું, ઔર ઉસકા મારબલ કા કામ મૈને કિયા હે, અબ ભગીરથસિહ કા બેન્ક એકાઉન્ટ બંધ હે. મૈને તુમ્હારે બેન્ક એકાઉન્ટમે ૪૫ હજાર ડાલે હે, પહેલે ચેક કર લે. મેં વોટ્સએપ ચેક કરતા૪૫ હજાર જમા થયાનો સ્ક્રીન શોટ હતો. જેથી, મને લાગ્યું કે, મારા એકાઉન્ટમાં રૃપિયા આવી ગયા છે, તેના કહેવાથી મેં ફોન ચાલુ રાખી તેના એકાઉન્ટમાં ૩૦ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ ેતેણે કહ્યું કે, અબ ૧૫ હજાર ડાલો ઔર બાકી કે ૫૦૦ રૃપિયા તુમ રખ લે, તેની વાત સાંભળી મેં મોબાઇલમાં બેેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરતા કોઇ ૪૫ હજાર જમા થયા નહતા. પણ મારી ફી માટેના આવેલા ૩૦ હજાર રૃપિયા ડેબિટ થઇ ગયા હતા.




