Baroda

વેપારીના એકાઉન્ટમાંથી ૧.૯૯ લાખ ટ્રાન્સફર કરી લીધા

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વારસિયાના વેપારી રમેશભાઈ ગુલબાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. નકલી બેંક કર્મચારી બની એક ઠગે નેટ બેન્કિંગ ચાલુ કરવાના બહાને વેપારીના બેંક ખાતાની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ તેમના ઇન્ડસઇન્ડ બેંક ખાતામાંથી ₹1.99 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે વેપારીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેપારીના એકાઉન્ટમાંથી ૧.૯૯ લાખ ટ્રાન્સફર કરી  લીધા

નેટ બેન્કિંગ સુવિધા ચાલુ કરી આપવાના બહાને બેંક કર્મચારીની ખોટી ઓળખ આપી આરોપીએ વેપારીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લઇ ૧.૯૯ લાખ પડાવી લીધા હતા.
વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા વેપારી રમેશભાઇ શોભરાજભાઇ ગુલબાનીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અમે Esquire Trading Co. ના નામથી કાગળનો હોલેસેલ વેપાર કરીએ છીએ. અમારી ફર્મના નામનું એકાઉન્ટ ઇન્ડસઇન્ડ બેંકમાં છે.આ એકાઉન્ટ સાથે મં જી - પે એકાઉન્ટ લિંક કરેલું છે. તેનાથી હું નાના મોટા નાણાંકીય વ્યવહાર કરૃં છું. ગત ૨૭ મી ઓગસ્ટે બપોરે એક વ્યક્તિનો કોલ મારા મોબાઇલ ફોન પર આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, મેં ઇન્ડસઇન્ડ બેંક સે બોલ રહા હું, નેટ બેન્કિંગ મેં ક્યા પ્રોબ્લેમ આ રહા હે. અમારૃં નેટ બેન્કિંગ ચાલતું નહી હોવાથી તેના કહેવાથી મેં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેમાં એકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ નંબર અને પીન નંબર જેવી વિગતો ભરી હતી. ત્યારબાદ ૨૯ મી તારીખે મારા એકાઉન્ટમાંથી ૧.૯૯ લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. મેં આવું કોઇ ટ્રાન્જેક્શન કર્યું જ નહતું.આ રૃપિયા મારા એકાઉન્ટમાંથી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર થયા હતા.