મોડી રાત્રે કિશનવાડીમાં રૂપિયાની લેતી દેતીમાં 18 વર્ષના યુવકની કરપીણ હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા કિશનવાડી નજીક ભાનુ પ્રતાપ સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ વણઝારાએ આક્ષેપક કરતા જણાવ્યું હતું કે હું લક્ષ્મીનગરમાં રહેતા વ્યક્તિ પાસે પૈસા માગતો હોય તેઓએ મને રાત્રે 8:30 એ પાણીની ટાંકી સુપર બેકરી પાસે બોલાવ્યો હતો. જેથી હું અને મારો ભત્રીજો ત્યાં ગયા હતા પરંતુ આરોપીઓની ઈરાદો પહેલેથી હુમલો કરવાનો હોય તેઓએ અમારા પર હુમલો કરતા અમે જીવ બચાવીને ભાગીને કિશનવાડી વુડાના મકાન પાસે ખુલ્લા મેદાનમાં જતા રહ્યા હતા. પરંતુ આરોપીઓએ તમારો પીછો કરી મેદાનમાં ચારે તરફથી અમને ઘેરી લીધા હતા.
10 થી 12 આરોપીઓની ટોળકીએ અમારા પર હુમલો કર્યો હતો મને નીચે પાડીને માર મારતા હતા જેથી મારા બે છોકરાઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. તેઓ મારા છોકરા સુમિતને થોડે દૂર લઈ ગયા હતા. તેઓએ મારા છોકરા પર ખંજર અને છરી વડે હુમલો કરતા મારો છોકરો લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. તેઓએ મારા બીજા છોકરાને પણ માર માર્યો હતો. સુમિતને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થયું હતું. લક્ષ્મીનગરના આરોપીઓ જેઓના નામ રમેશ, વિક્રમ, વિનોદ, ધમાભાઈ, વિષ્ણુભાઈ, કાલુ, અજય, હતા.
મારો દીકરો મૂળ રાજસ્થાનમાં રહે અને તે મને મળવા માટે આવ્યો હતો. આવતીકાલે હું તને મૂકવા જવાનો હતો તે પહેલા તેની હત્યા કરી દેવામાં આવી છે. બાપોદ પોલીસ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









