Baroda

ફતેગંજની ન્યુ એરા સ્કૂલમાં ફૂટબોલ રમતા ૧૫ વર્ષના વિદ્યાર્થીને કરંટ લાગતા મોત

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ફતેગંજની ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા 15 વર્ષીય દેવ શાહને ફ્લડ લાઇટના થાંભલા પરથી કરંટ લાગતા ગંભીર ઇજા થઈ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. MGVCLની ટીમે કનેક્શન કાપ્યું છે. પોલીસ વીજ કંપનીના રિપોર્ટ અને સ્કૂલના નિવેદનોની રાહ જોઈ રહી છે. દેવ સ્પોર્ટ્સમાં નેશનલ ટુર્નામેન્ટની તૈયારી કરતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ફતેગંજની ન્યુ એરા સ્કૂલમાં ફૂટબોલ રમતા ૧૫ વર્ષના વિદ્યાર્થીને કરંટ લાગતા મોત

ફતેગંજની ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીને થાંભલાનો કરંટ લાગતા ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ, નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે જયપ્રકાશ સોસાયટીમાં રહેતો ૧૫ વર્ષનો દેવ પ્રશાંતભાઇ શાહ ન્યુ એરા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે સાંજ ેતે અન્ય છોકરાઓ સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. તે દરમિયાન ફૂટબોલ પતરાના શેડ પર ગયો હતો. દેવે ફ્લડ લાઇટના થાંભલા પર ચઢીને ઉપર જઇને બોલ નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તે જ થાંભલા પરથી નીચે ઉતરવા જતા કરંટ લાગતા તે ઢળી પડયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. MGVCLની ટીમે પણ સ્થળ પર જઇને કનેક્શન કાપી નાખ્યુ છે. પોલીસ વીજ કંપનીના રિપોર્ટની રાહ જોઇ રહી છે. તેમજ સ્કૂલના આચાર્ય,કોચ તેમજ ઘટના સમયે મેદાન પર હાજર વિદ્યાર્થીઓના પણ નિવેદનો લેવાશે.વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ પણ વિદ્યાર્થીઓની સલામતી અંગે આચાર્ચને રજૂઆત કરવામાં આવી હતી.સ્કૂલના આચાર્ય દ્વારા આ ઘટના અંગે દુખ વ્યક્ત કરીને જણાવ્યું છે કે, અધિકૃત ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર દ્વારા તપાસ કરાવતા કોઇ વીજ પ્રવાહ લીક થતો હોવાનું જણાઇ આવ્યું નથી. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

વીજ કરંટ લાગતા જીવ ગુમાવનાર દેવ શાહ સ્પોર્ટ્સમાં આગળ પડતો હતો. તે નેશનલ ટુર્નામેન્ટની તૈયારી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દેવ શાહ ફૂટબોલ અને બેડમિન્ટનમાં ચેમ્પીયન હતો. તેણે અલગ - અલગ સ્પર્ધામાં ૫૦ થી વધુ મેડલ મેળવ્યા છે. તેના પિતા પ્રશાંતભાઇ શાહ ડેન્ટિસ્ટ છે. તેઓનંુ નિઝામપુરામાં જ ક્લિનિક છે.તેઓ પણ સ્પોર્ટ્સમાં આગળ પડતા હતા. તેનો ભાઇ પણ સ્પોર્ટ્સમાં રસ ધરાવે છે. આખું પરિવાર રમત પ્રિય છે. આ ઘટનાના કારણે સમગ્ર પરિવાર અને મિત્ર વર્તૃળમાં શોક ફેલાઇ ગયો છે. બાળકના કાકાએ જણાવ્યું હતું કે, સાંજે કોચની હાજરીમાં જ તેઓ ફૂટબોલ રમતા હતા. સ્કૂલ માટે પણ આ દુખદ ઘટના છે.