વડોદરાની ૧૨ વર્ષની ખેલાડી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં ઝળકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની કરાટે ખેલાડી યાતિકા દેવરે(૧૨) એ મુંબઈના અંધેરી સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સ ખાતે ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી નવમી એશિયા કપ ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતીને સિદ્ધિ મેળવી છે.
માંજલપુરમાં રહેતી અને ધોરણ-૭માં અભ્યાસ કરતી યાતિકાએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ક્યુમિટે ફાઇટમાં ગોલ્ડ અને વ્યક્તિગત કાતા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન શિટો-રિયુ સેઇકિકાઇ સ્પોર્ટસ્ કરાટે-ડો એસોસિએશન દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિવિધ દેશોના ૧૨૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી ૧૩૮ ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા હતા. યતિકાએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ બે મેડલ જીતીને કરાટે ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.




