Baroda

વડોદરા નજીકના આસોજ ગામેથી 12 ફૂટના મહાકાય મગરનું મોડી રાત્રે રેસ્ક્યુ

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના આસોજ ગામે મોડી રાત્રે 12 ફૂટનો મહાકાય મગર ગામમાં ઘૂસી જતાં લોકોમાં ભય ફેલાયો હતો. નદીના પાણી ઓસરતા મગર બહાર આવ્યો હતો. વન વિભાગના નીતિનભાઈ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ મગરને પકડ્યો હતો. મગરને સુરક્ષિત સ્થળે છોડવા વન વિભાગ લઈ ગયું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીકના આસોજ ગામેથી 12 ફૂટના મહાકાય મગરનું મોડી રાત્રે રેસ્ક્યુ

Vadodara Crocodile Rescue : નદીના પાણી ઓસરતા વડોદરા જિલ્લાઓના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મગરો બહાર આવી રહ્યા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે વડોદરા પાસેના આસોજ ગામે 12 ફૂટના મગરને પકડવા ભારે મુશ્કેલી પડી હતી.
આસોજ ગામે 12 ફૂટનો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુઅર નીતિનભાઈ અને ગામના યુવાનોએ મગરને પકડવા કામગીરી કરી હતી. આ દરમિયાન મગર ભાગદોડ કરતો હોવાથી તેને પકડતા નાકેદામાં આવી ગયો હતો.
આખરે મગરને પકડી લેવામાં સફળતા મળી હતી અને તેને સુરક્ષિત સ્થળે છોડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યો હતો.