ડીસા, તા.28
ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના
ધજાગરા ઉડતા હોય તેમ વાંરવાર સર્જાતી ગટર ચોકઅપ થવાની સમસ્યાને કારણે દૂર્ગંધ
મારતું ગંદુ પાણી બહાર રેલાઈ રહ્યું છે. જેનાથી રોગચાળો ફેલાય તેવી દહેશત સર્જાઈ
છે.
ડીસાના ભોપાનગર વિસ્તારમાં આવેલા રાવળવાસમાં લોકોના ઘરની
આગળ પાણી રેલાઈ રહ્યું છે. અહીની ગટર ચોકઅપ થવાથી આ પાણી હવે લોકોના ઘરની આગળથી
વહી રહ્યું છે. છેલ્લા છ માસથી આ વિસ્તારના લોકો આ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે
અને આ અંગે અનેકવાર નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના પ્રમુખને કરી
હોવા છતાં આ વિસ્તારની દરકાર કોઈ લેતું નથી. આ વિસ્તારમાં લગભગ અઢીસોથી વધુ
બાળકોને આ ગંદકીના લીધે શાળા જવા માટેનો આ એક જ માર્ગ છે અને અહી ગંદુ પાણી રેલાતું
હોવાના લીધે સ્થાનિક બાળકોને મુખ્ય હાઇવે પરથી જીવના જોખમે શાળા પર જવું પડી
રહ્યું છે.પાલિકા દ્વારા અહી ન તો સફાઈ કરવામાં આવી રહી છે કે ન તો ગંદા પાણીના
નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સ્થાનિકો આ વિસ્તારમાં ગંદકી દૂર કરીને જાતે જ રસ્તો બનાવી રહ્યા છે.


